News of Saturday, 19th July 2025
સૌરાષ્ટ્ર-ગુજરાતના ર૭ જેટલા લોકો સાથે પેમેન્ટ ડીસપ્લે થયેલ નથી તેમ કહી ૭ લાખ ઉપરની ઠગાઇ આચરનાર સાયબર ફ્રોડ કરતી ટોળકીના બે રાજસ્થાની આરોપીને ઝડપતી રાજુલા પોલીસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૧૯: રાજુલા પો.સ્ટે. સાયબર ફોડ લગત એ પાર્ટ ગુ.ર.નં.૦૬૦/૨૦૨૫ બી.એન.એસ.ક.૩૧૮(૪) આઇ.ટી.એકટ ક.૬૬(ડી) મુજબ આ ગુન્હાની વિગત એવી છે કે, ભોગ બનનારે પોતે પશુ ચિકીત્યક હોય એક વર્ષ પહેલા તા.૨૩/૧૦/૨૦૨૪ ના રોજ ઇન્સ્ટાગ્રામમાં ઓનલાઈન ચણીયાછોલી તથા અન્ય કપડાઓના વેચાણની જાહેરાત કરેલ હોય જેમા ઓર્ડર બુક કરાવતા પેમેન્ટ માટે કયુ.આર. કોડ આપેલ અને ફરીયદીએ પેમેન્ટ કરી ઓર્ડર બુક કરાવેલ બાદ આ કામના આરોપીઓએ જણાવેલ કે તમારું પેમેન્ટ ડીસ્પલે થયેલ નથી જેથી તમારે ફરીથી પેમેન્ટ કરવુ પડશે અને આ રકમ તમને પરત મળી જશે બાદ ફરીયાદીએ ફરીથી પેમેન્ટ કરેલ બાદ આ કામના આરોપીઓએ જણાવેલ કે હજુ સુધી તમારૂ પેમેન્ટ ડીસ્પ્લે થયેલ નથી જેથી તમો ફરીથી ડબલ પેમેન્ટ કરો તમારૂ બધુ પેમેન્ટ પરત મળી જશે એક કહી અલગ અલગ ટ્રાન્જેકશન કરાવી આ કામના ફરીયાદી પાસેથી કુલ રૂ.૯૯,૦૫૦/- ની રકમ પડાવી લઇ સાયબર ફ્રોડનો ગુન્હો આચરેલ.
બાદ આ કામના ફરીયાદીને પોતાની સાથે સાયબર ફ્રોડ થયાની જાણ થતા ફરીયાદીએ સાયબર ફ્રોડ હેલ્પલાઈન ૧૯૩૦ ઉપર તુરંત ફોન કરી ફરીયાદ કરેલ.
મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ સાવરકુંડલા વિભાગનાઓએ સદરહુ ગુન્હાની ગંભીરતાથી લઇ અને સાયબર ફ્રોડ આચરનાર આરોપીઓને શોધી કાઢવા સુપરવિઝન કરેલ અને પો. ઇન્સ. એ.ડી.ચાવડાનાઓએ સદરહુસાયબર ફ્રોડના ગુન્હાના આરોપીને શોધી કાઢવા અને ગુન્હો ડીટેકટ કરવા સબબ એક ટીમની રચના કરેલ.
આરોપીઓ ખુબ હોશીયાર હોય અને ઇન્સ્ટાગ્રામ પેજ મારફતે જાહેરાત કરી લોભામણી સ્કીમ આપી લોકો સાથે અલગ અલગ બેંકના ખાતાઓનો ઉપયોગ કરી પેમેન્ટ કરાવી છેતરપીંડી આચરતા હોય અને અલગ અલગ મોબાઇલ તથા અન્ય લોકોના નામના સીમકાર્ડનો ઉપયોગ કરી તથા પોતાના ખોટા નામ સરનામા આપેલ.
ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટની વિગતો ચેક કરેલ અને ફરીયાદીએ ઉપયોગ કરેલ મોબાઇલ નંબરનુ ટેકનીકલ એનાલીસીસ કરેલ અને આ કામના આરોપીઓ કોઈ એક સીમ કાર્ડ અથવા કોઇ એક મોબાઇલનો થોડો સમય ઉપયોગ કરી અને મોબાઇલ તથા સીમ કાર્ડનો નાશ કરી નાખતા હોય.
ઉપરોકત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટોની માહીતી તથા ટેકનીકલ એનાલીસીસ આધારે આરોપીએ એક વર્ષ દરમ્યાન દશેક જેટલા મોબાઇલ નંબર બદલેલ જે તમામ નંબરોનુ એનાલીસીસ કરેલ અને એક વર્ષ દરમ્યાન આરોપીની મુવમેન્ટનુ એનાલીસીસ કરેલ જેના આધારે આરોપીઓનુ રાત્રી તથા દિવસ દરમ્યાનનુ ચોક્કસ એરીઆ નક્કી કરેલ અને વધુ ટેકનીકલ એનાલીસીસ આધારે આરોપીઓના મુળ નામ સરનામા અને મોબાઈલ નંબર મેળવેલ.
સદરહુ ઉપરોકત તમામ મુદાઓના આધારે આરોપીની ચોક્કસ ઓળખ થયેલ અને રાજસ્થાનના જયપુર ખાતેથી રાજુલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા (૧) સન્ની રાજુભાઇ સૈન ઉ.વ.૨૦ ધંધો.હેર કટીંગ રહે.જયપુર.ગોનેર રોડ, (૨) રવિન્દ્રસિંઘ જોગેન્દ્રસિંઘ ઉ.વ.૨૫ ધંધો પ્રા.નોકરી(બેંકમાં) રહે. આગ્રા રોડને ઝડપી લીધેલ અને (૧) પ્રિતમ બૈરવા રહે. લુનીયાવાસ રોડ,મુળ.હરીયાણા (૨) મોનુ સાખલા રહે.જયપુર,લુનીયાવાસ રોડ. (૩) MAHADEVBOOK.COM ઼ તથા REDDYANNA નામની ગેમીંગ વેબ સાઇટના ધારકોની હજુ તપાસ ચાલુ છે.
સદરહુ ગુન્હાના મુખ્ય આરોપી સન્ની સૈન રહે. જયપુર વાળો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવી અને લોકોને ફોનમાં ચોળીના ઓર્ડર બુક કરાવી અને પેમેન્ટ ડીસ્પલે ન થતુ હોય તવું કહી વધારે ખોટા ટ્રાજેકશન કરાવી પૈસા લઇ અને કોઇ પણ પ્રકારનુ રીફન્ડ ન આપી છેતરપીંડી કરતો અને mahadevbook.com નામની ગેમીંગ સાઇટ પર રજીસ્ટ્રેશન કરી ત્યાથી એકાઉન્ટ મેળવી લોગબનનારને ઉપરોકત બેંક એકાઉનટમાં પેમેન્ટ કરાવતો. બાદ ગેમીંગ સાઇટ તમામ પ્રકારના ૪૦ ટકા રકમની ફરજયાત ગેમ રમવા જણાવતી અને બાકીની ૬૦ ટકા રકમ સન્ની સૈન આરોપી નં.૦૨ રવિન્દ્રસિંઘ રહે. જયપુર વાળો જે બેંકમાં નોકરી કરતો હોય તેના મારફતે જયપુરના લોકલ ખાતાધારકોના ખાતામાં ગેમીંગ સાઇડમા પૈસા નખાવી અને બંને આરોપીઓ રોકડમાં રૂપાંતર કરતા આવી રીતે સાયબર ફોડ કરી ગુન્હાને અંજામ આપતા હતા.
ઉપરોકત આરોપીઓએ મળી દોઢેક વર્ષમાં ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓ તથા શહેરોના કુલ રૂ.૭,૭૬,૧૯૯ /- નુ સાયબર ફ્રોડ કરેલની વિગત મળેલ આ સીવાય ઘણા બધા પણ અન્ય લોકો સાથે ફોડ કરેલ અને ગુજરાત સીવાય અન્ય રાજયના લોકો સાથે પણ સાયબર ફ્રોડ આચરેલ જે આરોપીઓને શોધવામાં રાજુલા પોલીસ સ્ટેશનની ટીમને સફળતા મળેલ છે.
આ કામગીરી પો.સબ.ઇન્સ એમ.એફ. ચૌહાણ તથા સર્વેલન્સ ટીમના એ.આસ.આઇ મધુભાઇ નથુભાઇ પોપટ તથા હે.કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હે.કોન્સ હરેશભાઇ ભાયાભાઈ વાળા તથા હે.કોન્સ મનુભાઇ રામભાઇ માંગાણી તથા હેઙ.કોન્સ સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર તથા વુ.એ.એસ.આઇ. રમીલાબેન જીલુભાઇ ધાપા તથા એ.એસ.આઇ હરેશભાઇ દુલાભાઈ કવાડ તથા પો.કોન્સ ચંદ્રેશભાઈ મનુભાઈ કવાડ તથા પો.કોન્સ પૃથ્વીરાજસિંહ અશ્વીનભાઇ ચાવડા તથા હેડ કોન્સ.પરેશભાઇ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
