તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
ભુજમાં ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશઃ ૩પ લાખના બેલેન્સ આઇડી સાથે ધરપકડ
ભુજના હીના યાર્ડમાં રહેતા મિરાઝ અરસદ મેમણ સામે કાર્યવાહીઃ ૧ર શખ્સોની શોધખોળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ :.. કચ્છના ભુજમાં પヘમિ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભુજમાંથી ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કરીને મિરાઝ અરસદ મેમણની ૩પ લાખના બેલેન્સ આઇડી સાથે ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક પヘમિ કચ્છ-ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સુચના આપેલ હતી.
મિરાઝ અરસદ મેમણ રહે. હીનાપાર્ક ભુજ વાળો આત્મારામ સર્કલ થી અમનનગર તરફ જતા રસ્તા પર આવેલ ગેરેજ થી આગળ પોતાના કબ્જાની કાળા કલરની એકટીવા વડે ઉભેલ છે અને પોતાના મોબાઇલ ફોનમાં ત્ઝ વડે હાલમાં ચાલી રહેલ ઝીમબાબે વર્સેસ ન્યુઝીલેન્ડની ત્રીજી મેચ ક્રિકેટ ટુનામેન્ટમાં આ ૨૦ ઓવરની મર્યાદિત ક્રિકેટ મેચ ઉપર રનના તફાવત ઉપર રૂપિયાની હારજીતનો ક્રિકેટ સટ્ટો જુગાર પોતે તથા પોતાના મળતીયા માણસો મારફતે રમી રમાડે છે. જે હકીકત આધારે તુરંતજ વર્કઆઉટ કરી ઉપરોકત બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા હકીકત મુજબનો ઇસમ પોતાના કબ્જાના મોબાઇલ ફોનથી માસ્ટર એકાઉન્ટ CRIBET247.COM તથા VEGASBOOK9.COM નામની ઓનલાઇન વેબસાઇટ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા રમાડતા પકડાઇ ગયેલ અને મોબાઇલ ફોનમાં રહેલ બન્ને આઇ.ડી.માં રાખેલ બેલેન્સ રૂપીયા ૩૫,૦૦,૦૦૦/-(પાત્રીસ લાખ) ક્રિકેટ સટ્ટો રમવામાં ઉપયોગમાં લીધેલ જેથી હાજર મળી આવેલ ઇસમ તથા હાજર નહી મળી આવેલ ઇસમો વિરૂધ્ધમાં ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૮૪૫/૨૦૨૫ જુગાર ધારા કલમ ૧૨(એ) મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
મિરાઝ અરસદ મેમણ ઉ.વ. ૩૪ રહે. હીનાપાર્ક-૧, અમનનગર ચાર રસ્તા પાસે ભુજની ધરપકડ કરી છે અને અલગ અલગ આઇ.ડી. ચલાવનાર ૧૨ ઇસમો. સાથે ગુન્હા દાખલ કરીને શોધખોળ હાથ ધરી છે.
બન્ને આઇ.ડી.મા રાખેલ બેલેન્સ રૂપીયા ૩૫,૦૦,૦૦૦/- ક્રિકેટ સટ્ટા રમવામાં ઉપયોગમા લીધેલ, મોબાઇલ નંગ-૨ કિં.રૂા. ૩૫,૦૦૦/-, એકટીવા રજી.નં. જીજે ૧૨ ઇ. આર. ૮૧૫૩ કિં.રૂા. ૩૦,૦૦૦/-જપ્ત કરેલ છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
