News of Saturday, 19th July 2025
માંગરોળ પંથકની ગૂમ થયેલ બે યુવતીને ગોંડલ તાલુકા પોલીસે શોધી કાઢી

રાજકોટઃ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાએ ગુમ/અપહરણ થનાર મહીલા તથા બાળકોને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને ગોંડલ તાલુકા પો.સ્ટે.ના પો.ઇન્સ. એ.ડી. પરમારની સુચના અનુસંધાને ગોંડલ તાલુકા પો.સ્ટે. ખાતે સીલ પો.સ્ટે ગુમસુધા રજી. નં ૦૧/૨૦૨૫ તથા જાણવા જોગ નં.૦૩/૨૦૨૫ ના કામે ગુમથનારની તપાસ અર્થે સીલ પો.સ્ટે. જી.જુનાગઢ પોલીસની ટીમ આવેલ હોય જે અન્વયે પો.સ્ટે. ખાતેના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગૂમ થનાર અનીશાબેન ડો/ઓફ યુનુશભાઇ કુરેશી ઉ.વ.૨૦ તથા અક્ષાબેન ડો/ઓફ આરીફભાઇ કુરેશી ઉ.વ.૨૨ રહે. બંન્ને. દેવાસા ગામ, તા.માંગરોળ, જી.જુનાગઢ ને ગુંદાસરા પાસેથી શોધી કાઢી શીલ પોલીસ મથકની ટીમને સોપી આપી હતી.(૬.૭)
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
