<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

મોરબીના લાલપર નજીક હોસ્‍પીટલે લઇ જતા બિમાર યુવકનું અજાણ્‍યા વાહન હડફેટે મોત

હિટ એન્‍ડરનની ઘટનામાં મુળ જામકંડોરણાના સાતોદડ ગામના યુવકના મોતથી પરિવારમાં અરેરાટી : મોરબી-સજજનપર રોડ ઉપર બાઇક ચલાક મહિલાએ યુવાનને હડફેટે લેતા ઇજા

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૯ :.. લાલપર ગામેં રહેતા શ્રમિક પરિવારનો યુવાન દીકરો બીમાર હતો જેને હોસ્‍પિટલ લઇ જવા હાઈવે પર વાહનની રાહ જોતા હતા ત્‍યારે યુવાન રોડ પર જતા અજાણ્‍યા વાહનચાલકે યુવાનને ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે હીટ એન્‍ડ રનના બનાવ મામલે ફરિયાદ નોંધી છે

 મૂળ જામકંડોરણા તાલુકાના સાતુદડ ગામના વતની હાલ મોરબીના લાલપર ગામે રહેતા માવજીભાઈ જીવાભાઈ વેગડાએ અજાણ્‍યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે દીકરા વિજય (ઉ.વ.૨૮) વાળાની તબિયત સારી ના હોવાથી દવાખાને લઇ જવા લાલપર ગામ પાસે મોરબી વાંકાનેર હાઈવે પર વાહનની રાહ જોતા હતા ત્‍યારે દીકરો વિજય દોડીને રોડ પર ગયો હતો ત્‍યારે અજાણ્‍યા વાહનચાલકે દીકરાને ઠોકર મારતા માથા અને પગમાં ઈજા પહોંચતા બેભાન અવસ્‍થામાં સારવાર માટે મોરબી સિવિલ હોસ્‍પિટલ ખસેડાયો હતો જ્‍યાં ફરજ પરના તબીબે મળત જાહેર કર્યો હતો અકસ્‍માત સર્જી અજાણ્‍યો વાહનચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે હીટ એન્‍ડ રન સર્જી નાસી ગયેલ અજાણ્‍યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્‍ય એક બનાવમાં  વાંકાનેરના રહેવાસી વિક્રમભાઈ રઘુરામભાઈ ખાંડેખાએ ઈ બાઈક ચાલક નિયતીબેન મનીષભાઈ અગ્રાવત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી વિક્રમ સજનપર રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે રોડ સાઈડમાં ઉભો હતો ત્‍યારે ઈ બાઈક લઈને જતા નિયતિબેને અકસ્‍માત સર્જ્‍યો હતો યુવાન સાથે ઈ બાઈક ભટકાડતા યુવાનને પગમાં ઈજા પહોંચી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:20 AM IST)