<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

અમરેલીના ખાંભાના મોટા બારમણ ગામ નજીક પાંચ લાખ લિટરનો પાણીનો ટાંકો ધરાશાયી

ખાંભા મામલતદાર સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી: લાખો લીટર પાણીનો વેડફાડ થતા ખાંભા નાગેશ્રી રોડ બંધ : પાણીના વહેણના માર્ગ પર ટાંકીનું તૂટેલા બાંધકામ તણાઈ આવ્યું

અમરેલીઃ જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ નજીક નાગેશ્રી રોડ પર આવેલા પાણી પુરવઠા વિભાગનો પાંચ લાખ લિટરનો પાણીનો ટાંકો ધરાશાયી થતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાને પગલે ખાંભા મામલતદાર સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે નાગેશ્રી રોડ પર આવેલા સાત ગામડા માટે પાંચ લાખ લિટર પીવાના પાણીનો ટાંકો અચાનક ધરાશાયી થયો હતો. જેના પગલે લાખો લીટર પાણીનો વેડફાડ થતા ખાંભા નાગેશ્રી રોડ બંધ થયો હતો.

પાણીના વહેણના માર્ગ પર ટાંકીનું તૂટેલા બાંધકામ તણાઈ આવ્યું હતું. ત્યારે આ ટાંકી 20 વર્ષ પહેલાં બનાવવામાં આવી હોવાનું સ્થાનિક ગ્રામજને જણાવ્યું હતું. જો કે, આ ટાંકી ધરાશાયી થતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાને પગલે ખાંભા મામલતદાર તેમજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને નાગેશ્રી જવાનો રોડ પણ ચાલુ કરાવ્યો હતો.

(7:29 PM IST)