<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

ભાવનગરનાં ભૂપેશ્વર ગામમાં પિયુષ કંટારીયાની હત્‍યા

ગાળો બોલવાની ના પાડતા ર શખ્‍સો હથિયારો સાથે તૂટી પડયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૮: ભાવનગર જિલ્લામાં ઘોઘા તાબેના ભૂતેશ્વર ગામે યુવાનની કરપીણ હત્‍યાનો બનાવ બનવા પામ્‍યો છે.

ખૂનના આ બનાવની પ્રાપ્ત થતી માહિતી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામે બિચ્‍છુ નામની નોનવેજની હોટેલ ધરાવતા યુવાન પિયુષ મંગાભાઈ કંટારીયા ઉ.વ.૩૪ પર બે શખ્‍સોએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. લોહીયાર હાલતે ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થયેલ યુવાનને ૧૦૮ મારફતે ઘોઘા સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ખસેડાયો હતો જ્‍યાં ફરજ પરના તબીબે યુવાનને મળત જાહેર કર્યો હતો.

હત્‍યાનો બનાવ બનતા DYSP, LCB, SOG અને ઘોઘા પોલીસ સહિતનો મસમોટો કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો.મળતક યુવાનની લાશને પી.એમ માટે ખસેડી  પોલીસે તપાસ હાથ ધરી છે. હોટલમાં જમવા આવેલા બે શખ્‍સો ગાળો બોલતા હોય તેને ના પાડતા ઝઘડો થયો હતો અને તેને કારણે તેની ઉપર જીવલેણ હુમલો થયા હોવાનો જાણવા મળેલ છે. આ અંગે ઘોઘા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.(

(11:48 AM IST)