તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
મોરબી મહાનગરપાલિકાને ભંગારની હરાજીમાંથી અંદાજે ૩૦ લાખની કમાણી થશે.
ભંગારની અપસેટ પ્રાઈઝ નક્કી કરી વધુ ભાવ આપનાર એજન્સીને ભંગાર આપવામાં આવશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી પડી રહેલા ૬૫ ટન જેટલા ભંગારની હરાજી માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે અને ભંગારની અપસેટ પ્રાઈઝ નક્કી કરી વધુ ભાવ આપનાર એજન્સીને ભંગાર આપવામાં આવશે અને ભંગારની હરાજી મારફત મહાનગરપાલિકાને અંદાજીત રૂ ૩૦ લાખ જેટલી કમાણી થશે તેવી માહિતી અધિકારી પાસેથી પ્રાપ્ત થઇ છે
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા મુખ્ય કચેરી અને અન્ય સ્થળોએ ભંગાર પડ્યો હોય તેની હરાજી માટે જાહેરાત આપી હતી અને આજે નંદીઘર ખાતે વેચાણ પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી જેમાં ૨૦ જેટલા સ્ક્રેપના વેપારીઓએ રસ દાખવી હાજર રહ્યા હતા ચાર સ્થળે ભંગાર રાખવામાં આવ્યો હોય જે તમામ સ્થળોની વેપારીઓને વિઝીટ કરાવી મુખ્ય કચેરી ખાતે હરાજી કરવામાં આવી હતી
ડેપ્યુટી કમિશ્નર સંજય સોની પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મહાનગરપાલિકા પાસે અંદાજે ૬૫ ટન જેટલો ભંગાર પડ્યો હતો જેમાં સૌથી ઉંચી બોલી લગાવનાર વેપારીને ભંગાર આપવામાં આવશે ત્રણ એજન્સીને અલગ અલગ કેટેગરીનો ભંગાર આપવામાં આવશે નક્કી કરેલ અપસેટ ભાવ કરતા ૨૦ ટકા વધુ બોલી લગાવવામાં આવી હોવાની અને ભંગારની હરાજીથી અંદાજીત ૨૫ થી ૩૦ લાખની આવક થશે તેમ પણ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
