તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Thursday, 17th July 2025
મોરબીના ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી.
અગાઉ અધિકારીઓને અને ધારાસભ્યને અનેક રજુઆત કરી છતાં કોઈ પરિણામ નહીં.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે વીસીપરાના ભીમરાવનગરમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. અગાઉ અનેકવાર અધિકારીઓને રજુઆત કરી છે. ધારાસભ્યને પણ રજુઆત ક૨ી છે. છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે તેઓ દ્વારા મહાપાલિકામાં ફરી રજુઆત કરવામાં આવી છે. અધિકારીએ એમ કહ્યું કે ત્યાં વિઝિટ કરી કામ કરવામાં આવશે. પણ આ પ્રશ્નનો હલ આવે તેવું લાગી રહ્યું નથી. એટલે હવે સમસ્યા હલ નહિ થાય તો આ વિસ્તારના સ્થાનિકો આત્મવિલોપન કરશે.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
