<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

જેતપુરના આરબટીંબડી ગામે અસામાજીક શખ્‍સના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફેરવાયુ

રેવન્‍યુ અને પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહીઃ ર૮.૧૬ લાખની જમીન ખુલ્લી કરાવાઇ

(કેતન ચોઝા દ્વારા) જેતપુર, તા. ૧૭: જેતપુરના આરબટીંબડી ગામે અસામાજીક શખ્‍સની ગેરકાયદે બાંધકામ ઉપર રેવન્‍યુ અને પોલીસ વિભાગે બુલડોઝર ફેરવી ર૮.૧૬ લાખની જમીન ખુલ્લી કરાવી હતી. રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધિક્ષક  હિમકરસિંંહએ શરીર સંબંધી ગુનાઓ તથા વ્‍યાજખોરો, ખંડણી, જુગાર-પ્રોહી જેવી ગેરકાયદેસર પ્રવળતી વારંવાર કરતા અસામાજીક ઇસમોનુ યાદી તૈયાર કરાવી તે ઇસમોએ ગેરકાયદેસર કરેલ રહેણાંક મકાન બાંધકામ, તથા તેમા ગેરકાયદેસર લીધેલ વીજ જોડાણ તથા તે ઇસમો વિરૂદ્ધ ગુનાહિત ઇતિહાસ ચકાસી તેના વિરૂદ્ધ અટકાયતી પગલા લેવા અંગેની કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હોય જે અન્‍વયે નાયબ પોલીસ અધિક્ષક બાર. એ. ડોડીયા જેતપુરઓના માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર એ.એમ.હેરમાં તથા સ્‍ટાફના માણસો બરા જેતપુર તાલુકા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં રહેતો અને અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમ ધર્મેશ ઉર્ફે ધમો બાવનજીભાઈ મકવાણા દ્વારા આરબાટીંબડી ગામે સરકારી ખરાબાની સર્વે નં.૧૩૦મા બનાવેલ બે મકાન જેનુ ક્ષેત્રફળ ૧૬૦ ચો.મી. થાય છે જે અનઅધિકળત બાંધકામ કરેલ દબાણ રેવન્‍યુ વિભાગને સાથે રાખી દબાણ હટાવી સરકારી જમીન ખુલ્લી કરવામા આવેલ જેની જંત્રી મુજબ કુલ કિ.૨૮ લાખ ૧૬ હજાર થાય છે. આ કાર્યવાહી જેતપુર પોલીસના  બી.એચ. માલીવાડ એ.એસ.આઇ.,  એસ.કે. પરમાર એ.એસ.આઇ., એમ.કે.રંગપરા પો.હેડ કોન્‍સ, હાર્દિકસિંહ હેમુલા પો.કોન્‍સ.,  ઝવેરભાઈ પુનાભાઈ પો.કોન્‍સ., કુલદીપભાઇ ધીરૂભાઇ પો.કોન્‍સ. તથા પ્રધ્‍યુમનસિંહ કિશોરસિંહ પો.કોન્‍સ દ્વારા કરવામાં આવી હતી.(૬.૯)

(1:19 PM IST)