News of Thursday, 17th July 2025
જુનાગઢ જટાશંકર મહાદેવ માર્ગ પર ધારાસભ્યનું સ્વચ્છતા અભિયાન

જુનાગઢઃ ધારાસભ્ય સોમવારના રોજ વહેલી સવારે જટાશંકર મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા અને દર્શન કરી ભોળાનાથનો અભિષેક કર્યો હતો અને મંદિરના મહંત પુર્ણાનંદબાપુના આશિર્વાદ મેળવ્યા હતા બાદમાં માર્ગો પર સ્વચ્છતા સાથે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા કોર્પોરેટર સંજય મણવર ખીમજીભાઇ રામ ઓમ રાવલ, પ્રજ્ઞેશ રાવલ, યોગીભાઇ પઢીયાર, ભુપતભાઇ શેઠીયા, કિશન પંડીત, માલદેભાઇ ડોડીયા, શિતલ જોષી વગેરે જોડાયા હતા અને પ કોથળા પ્લાસ્ટીક એકત્ર કચરો એકઠો કરી સ્વચ્છતા અભિયાન ખરા અર્થમાં સાર્થક કર્યું હતું. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા)
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
