તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
ગાય અને ભેંસ વર્ગનાં પશુઓમાં વંધ્યત્વ નિવારણ યોજના અંતર્ગત જામનગર જીલ્લાના ૮૦ ગામોમાં આજથી જાન્યુઆરી-૨૦૨૬ જાતીય આરોગ્ય સારવાર કેમ્પ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭: સરકારના કળષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬થી સમગ્ર રાજ્યમાં ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં વંધ્યત્વ નિવારણ અર્થે નવીન યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત જામનગર જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે થી જાન્યુઆરી-૨૦૨૬ સુધી ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે વિવિધ ગામોમાં પશુપાલકોને તેમને પશુઓના આરોગ્ય અને ઉત્પાદકતા વધારવા માટે સહાયરૂપ થવા માટે પશુપાલન વિભાગ દ્વારા પશુ વ્યંધત્વ નિવારણ માટે વિશેષ જાતીય આરોગ્ય સારવાર કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે જિલ્લાના કુલ ૮૦ જેટલા ગામોની પસંદગી પણ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ જીલ્લાના તમામ પશુપાલકો (દૂધસંઘના સભાસદ ન હોય તેવા પણ) લઈ શકશે.
જાતીય આરોગ્ય સારવાર કેમ્પ અંતર્ગત પસંદ થયેલ પ્રત્યેક ગામ દીઠ ઓછામાં ઓછા ૫૦ પશુઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવનાર છે અને પ્રત્યેક ગામમાં એક મુખ્ય કેમ્પ તથા બે ફોલોઅપ કેમ્પ મળી કુલ ત્રણ કેમ્પ કરવામાં આવનાર છે જેમાં બે કેમ્પ વચ્ચે ઓછામાં ઓછા ૩૦ દિવસનો સમયગાળો રાખવામાં આવશે. જેથી મુખ્ય કેમ્પમાં સારવાર મેળવી ચુકેલા પશુઓ માટે પ્રથમ ફોલોઅપ અને દ્વિતીય ફોલોઅપ કેમ્પમાં જરૂરી સારવાર આપી શકાય. ૮૦ ગામો પૈકી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાને ૧૨ ગામ અને જિલ્લા દૂધ સંઘને ૨૦ ગામનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. તેમ નાયબ પશુપાલન નિયામકશ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
