તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
જશાપર-ગોદાવરી રોડ પરથી ૭ ડમ્પર સહિત ૨.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત

વઢવાણ તા.૧૭: મૂળી હાઇવે ઉપર ચોટીલા ડેપ્યુટી કલેકટરની ટીમે ચેકીંગ દરમ્યાન ગેરકાયદેસર અને ઓવરલોડ બ્લેક ટ્રેપ ખનીજ ભરેલા સાત ડમ્પરો સહિત ૨.૮૦ કરોડનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. એચ.ટી.મકવાણા દ્વારા ખનીજચોરી અટકાવવા માટે સતત ચેકીંગ કરાઇ રહયુ છે ત્યારે તેઓ મુળી મામલતદારની ટીમ સાથે જશાપર ગોદાવરી રોડ ઉપર ચેકીંગ કરી રહયા હતા.આ સમયે વારાફરતી અલગ અલગ જગ્યાના સાત ડમ્પરો ગેરકાયદેસર અને ઓવરલોડ બ્લેક ટ્રેપ ખનીજ ભરેલા ડમ્પરો સહિત ૨.૮૦ કરોડ રૂપીયાનો મુદમાલ જપ્ત કરી મુળી મામલતદાર કચેરી ખાતે સીઝ કરી દેવાયો છે.આમ ડેપ્યુટી કલેકટર દ્વારા સતત ચેકીંગ કરી ગેરકાયદેસર ખનીજચોરી કરતા ખનીજમાફીયા ઉપર સકંજો કસતા ખનીજ માફીયાઓમાં ફફળાટ વ્યાપી ગયેલ છે
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
