<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

ચોટીલા, વઢવાણ અને થાન ગુનાના ફરાર આરોપીઓ પકડાયા

 

વઢવાણ, તા.૧૭: સુરેન્‍દ્રનગર જિલ્લામાં વીવીધ ગુના આચરી ફરાર થયેલા આરોપીઓને ઝડપી લેવા એસપીએ કડક આદેશો કર્યા છે. જેને પગલે પેરોલ ફર્લો સ્‍કવોડ અને એસઓજી ટીમે ચોટીલા, થાન અને વઢવાણ પોલીસ મથકે નોંધાયેલા ગુનાઓના આરોપીઓને ઝડપી લઈ સ્‍થાનીક પોલીસના હવાલે કર્યા છે.ચોટીલા પોલીસે તા.૨૨-૧૨-૨૪ના રોજ રાત્રે દારૂના કટીંગ સમયે રેડ કરી હતી. જેમાં પીકઅપ કારમાંથી વિદેશી દારૂની ૧૧૨૮ બોટલ કિંમત રૂપીયા ૬,૪૪,૦૮૮નો મુદ્દામાલ મળી આવ્‍યો હતો.આથી પોલીસે સુરેશ મકવાણાને દારૂ અને પીકઅપ તથા સ્‍કોર્પીયો કાર સહિત રૂપીયા ૧૩,૪૬,૫૮૮ની મત્તા સાથે ઝડપી લીધો હતો. આ બનાવનો ફરાર આરોપી ચોટીલા તાલુકાના રાજાવડ ગામનો રમેશ અણદાભાઈ વાઘેલા ચોટીલાના થાન ૩ રસ્‍તા પાસે હોવાની માહીતી પેરોલ ફર્લો સ્‍કવોડને મળી હતી. આથી પોલીસે તેને ઝડપી લઈને ચોટીલા પોલીસના હવાલે કર્યો છે. જયારે વઢવાણ પોલીસ મથકે વર્ષ ૨૦૧૮માં સગીરાને ભગાડી જવાનો ગુનો નોંધાયો હતો. ત્‍યારે આ બનાવનો આરોપી મુળ એમ.પી.નો હાલ અંકલેશ્વરમાં હોવાની બાતમી પોલીસને મળી હતી. જેમાં પેરોલ ફર્લો સ્‍કવોડે એમ.પી.ના ભીડ જિલ્લાના બડખોરી ગામના અબ્‍દુલસલીમ સખીમહમદને અંકલેશ્વરના મચ્‍છી માર્કેટમાંથી ઝડપી લઈ વઢવાણ પોલીસના હવાલે કર્યો છે. બીજી તરફ થાન પોલીસ મથકે વર્ષ ૨૦૧૯માં મારામારીનો ગુનો નોંધાયો હતો. જેમાં ફરાર આરોપી હાલ નવાગામ તેના ઘરે હોવાની બાતમી એસઓજી ટીમને મળી હતી. આથી એસઓજી ટીમે થાનના નવાગામ ખાતે રેડ કરીને ફરાર આરોપી રાજુ ભગાભાઈ મવગાનીયાને ઝડપી લીધો હતો.

(11:30 AM IST)