<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

સર્જનાત્‍મક બાળકનો દ્રષ્‍ટિકોણ અલગ અને કલ્‍પનાત્‍મકઃ વિશીષ્‍ટ ખૂબીઓનો ભંડાર

બાળકમાં સર્જનાત્‍મકતા અને બુધ્‍ધિ વચ્‍ચે સંબંધઃ પ્રતિભાશાળી સર્જનશીલ બાળકની ઓળખ : સર્જનશીલ બાળકની દુનિયાને જોવાની દ્રષ્‍ટિ સામાન્‍ય બાળક કરતા અલગઃ વસ્‍તુ ઘટના અને ચિંતનને પરંપરાગત નહીં નવી દ્રષ્‍ટિથી જુએ છે

પોરબંદરઃ આજના માહિતી ટેકનોલોજી ના યુગમાં ઝડપી બદલાઈ જતી દુનિયામાં માત્ર શૈક્ષણિક બુદ્ધિ પૂરતું નથી પરંતુ સર્જનાત્‍મકતા સવિશેષ મહત્‍વ ધરાવે છે બાળકના સર્વાંગી વિકાસ માટે બુદ્ધિ અને સર્જનાત્‍મકતા નો સહયોગી સંબંધ જરૂરી છે બાળક માત્ર કેટલું બુદ્ધિશાળી છે એ જ મહત્‍વનું નથી પરંતુ એમનામાં રહેલી કૌશલ્‍યતા, અભિયોગ્‍યતા, નવી શોધખોળ કરવાની ક્ષમતા વગેરે જરૂરી છે આજના ઝડપી યુગમાં માત્ર બુદ્ધિશાળી હોવું એ જ પૂરતું નથી સાથે સાથે અભિયોગ્‍યતા હોવી પણ જરૂરી છે ‘બાળક  કુદરતની દેન છે' અને આવતીકાલનું ભવિષ્‍ય કહી શકાય જો એ જ તેજસ્‍વી, પ્રતિભાશાળી, સર્જનશીલ નહીં હોય તો  આવતીકાલનું ભવિષ્‍ય કઈ રીતે નક્કી કરી શકાય ‘બાળકના કુમળા હાથોમાં જ દેશનું ભવિષ્‍ય છે એ કદી એ ભૂલવું જોઈએ નહીં'.

બાળકોને માત્ર આનુવંશિકતા જ અસર નથી તેમના વિકાસમાં વાતાવરણનો પણ ફાળો હોય છે માટે જ પ્રતિભા સંપન્ન, તેજસ્‍વી અને સર્જનાત્‍મક બાળક એ સમાજમાં ઉતરોતર પ્રગતિ અને નવી દિશા શોધખોળો કરવામાં ફાળો આપી શકે એ કયારેય ભૂલવું જોઈએ નહીં કે ‘બાળકને જેવું ઘડતર મળે છે એ પ્રમાણમાં તેમની પ્રતિભા સાબિત કરે છે જેમ માટીના ઘડાને જેવો આકાર આપવામાં આવે છે એ જ આકારના ઘડાય છે' સર્જન શીલ બાળકની દુનિયા જોવાની દ્રષ્ટિ સામાન્‍ય બાળકોથી અલગ અને વિશિષ્ટ હોય છે તેઓ વસ્‍તુ, ઘટના અને ચિંતનને પરંપરાગત રીતે નહીં પરંતુ નવી દ્રષ્ટિથી જુએ છે જેમની આપણે

સર્જનાત્‍મકતા અને બુદ્ધિ વચ્‍ચેના સંબંધમાં સવિસ્‍તાર ચર્ચા કરીશું

સર્જનાત્‍મકતા અને બુદ્ધિ વચ્‍ચેનો સંબંધઃ સમજૂતી

આધુનિક માનવ વિકાસના માપદંડમાં સર્જનાત્‍મકતા અને બુદ્ધિ વચ્‍ચેનુ સાહિત્‍ય જે સ્‍થપાયું ખૂબ જ જરૂરી છે.

બુદ્ધિ એ વ્‍યક્‍તિને વિચાર કરવાની વિષય અને સમજવાની શીખવાની અને સમસ્‍યાઓને હલ કરવાની ક્ષમતા છે IQ એ તેના માપન માટે સામાન્‍ય માપદંડ છે.

સર્જનાત્‍મકતા એ નવીન વિચારધારા અભિવ્‍યક્‍તિ લાવવામાં રહેલી ક્ષમતા છે જે નવી પદ્ધતિઓ અપનાવી નવીન દ્રષ્ટિકોણ દ્વારા વ્‍યક્‍ત થાય છે.

બુદ્ધિ વિશે પ્રાચીન સમયમાં એવી માન્‍યતા હતી કે બુદ્ધિ એવી મનની સ્‍થિતિ છે કે જે મનમાં અમળત વિચારો પૂરા પાડે છે તેથી તે સાચા ખ્‍યાલનું ઉત્‍પત્તિ સ્‍થાન છે જે વ્‍યક્‍તિ વધુમાં વધુ અમળત વિચારો કરી શકે છે તે વ્‍યક્‍તિ બુદ્ધિશાળી કહેવાય આલ્‍ફેડબીને મનોવૈજ્ઞાનિક વ્‍યાખ્‍યા આપતા કહ્યું છે કે સત્‍યની દ્રષ્ટિએ સારા પ્રતિચારો આપવાની શક્‍તિ તે બુદ્ધિ કહેવાય લયૂઇસ ટમન બુદ્ધિની વ્‍યાખ્‍યા આપતા કહ્યું છે કે વ્‍યક્‍તિ જેટલા પ્રમાણમાં અમળત ચિંતન ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે બુદ્ધિ અંગે ઘણા વિદ્વાનોએ વ્‍યાખ્‍યા આપી છે પરંતુ તેમાં તો સ્‍ટોર્ડડની વ્‍યાખ્‍યા સૌથી વધુ સ્‍વીકાર્ય છે ‘બુદ્ધિ એટલે જે પ્રવળત્તિઓને ખાસિયતોમાં કઠિનતા સંકુલતા અમળતતા મિતવયતા જે પ્રાપ્ત કરવા વર્તન અનુકૂલન સામાજિક મૂલ્‍ય મૌલિકતાનો પાદુ ભાવ જેવી ખાસિયતો હોય તેવી પ્રવળત્તિઓ શરૂ કરવી અને તેમાં જ શક્‍તિ કેન્‍દ્રિત કરવાની તથા ભાવાત્‍મક પરિબળોનો સામનો કરીને પણ તેને ચાલુ કરવાનું સામર્થ્‍ય'.

સર્જનશીલ બાળકનો દ્રષ્ટિકોણ

સર્જનાત્‍મક બાળકનો દ્રષ્ટિકોણ જુદો અને કલ્‍પનાત્‍મક હોય છે અન્‍ય સામાન્‍ય બાળકોની ક્ષમતા કરતા એ વિશિષ્ટ પ્રકારની ખૂબીઓ તેમના વ્‍યક્‍તિત્‍વમાં જોવા મળતી હોય છે સામાન્‍ય બાળકો જે નજરથી વસ્‍તુઓ પરિસ્‍થિતિ અને ઘટનાને જોવે છે એના કરતાં સર્જન બાળકો ની દુનિયા અલગ જ પ્રકારની હોય છે જાણે કે તેમનો જન્‍મ નવી શોધખોળો કરવા જ થયો હોય ઉદાહરણ જોઈએ તો મયંક એક આઠ વર્ષનો શાળામાં જતો બાળક છે.

એક દિવસ શાળામાં શિક્ષકે કહ્યું પેન્‍સિલ ખૂટતી નથી બધા વિદ્યાર્થીઓએ જવાબમાં કહ્યું કે તેને ફેંકી દેવાની પરંતુ મયંકે એવો જવાબ આપ્‍યો કે એ જ ‘પેન્‍સિલના નાના તળિયે સતાવીને પેન્‍સિલ રોબોટ બનાવી શકીએ' બસ આ જ છે સર્જન શીલ બાળકને ઓળખ સર્જન બાળકના વિચારો અને કલ્‍પના નો અવકાશ વધુ હોય છે માટે જ તે વસ્‍તુઓને જેમ છે તેમ સ્‍વીકારતો નથી ‘શું હોવું જોઈએ' એના કરતાં ‘શું જુદુ જોઈ શકાય' એ દ્રષ્ટિ રાખે છે સર્જનાત્‍મક બાળકના પ્રશ્નોનું સ્‍વરૂપ અકલ્‍પિત હોય છે જેમના પ્રશ્નો ઘણીવાર આધ્‍યાત્‍મિક અને વિજ્ઞાન આધારિત હોય છે તેઓ માત્ર અનુસરિતામાં નહીં પરંતુ નવી દિશામાં વિચારતા હોય છે તેઓ કલામાં, સંગીતમાં, વાર્તા લેખનમાં પોતાની આગવી વિશિષ્ટતા રજૂ કરે છે જ્‍યાં બીજા બાળકો અટકી જાય છે ત્‍યાં સર્જનશીલ બાળકો નવી પદ્ધતિ અપનાવી નકામી બાબતો માંથી નવું શીખવા નું શું મળે છે એ વિચારે છે કેટલાક સર્જનસીલ બાળકો કલ્‍પનાના વિશ્વમાં જીવે છે એટલે જ તે સંવેદનશીલ વધારે હોય છે કેમકે તે અન્‍યના જીવનને કલ્‍પી શકે છે.

બાળકમાં બુદ્ધિ અને સર્જનાત્‍મકતાની ઓળખ

અન્‍યથી પર એવી વિશિષ્ટતા અને ખુબી લઈને જન્‍મેલા બાળકોને સર્જનાત્‍મકતાની ઓળખ આ પ્રમાણ મુજબ આપી શકાય.

બુદ્ધિશાળી ગોડ ગીફટ બાળકો; તેમનો આઇકયુ સામાન્‍ય બાળકોની કમ્‍પેરીઝનમાં ઓછો હોય છે તેઓ ઝડપથી શીખી શકે છે તેમનું આંતરિક વિશ્વ ખૂબ જ ઊંડું હોય છે સામાન્‍ય બાળકોથી વધારે ગ્રહણશીલતા હોય છે ટૂંકા સમયમાં ઝડપી ફેરફારો કરી શકે છે શીખી શકે છે સમજી શકે છે અને વ્‍યવહારમાં મૂકી શકે છે કેમકે આ પ્રકારના બાળકો એ ‘સેલ્‍ફ મોટીવેટ' હોય છે તેમનું આંતરિક તેમજ બાહ્ય વ્‍યક્‍તિત્‍વ પ્રભાવશાળી હોય છે કે તેમને જોતા જ ખબર પડી જાય છે તેમનો બુદ્ધિ આઈ કયુ વધારે હોવાથી ૧૩૦ થી કયારેક એનાથી પણ વધારે તેઓને ગણિત અને ભાષા શીખવા માટે સરળતા રહે છે ઓછી ઉંમરમાં વધારે કાર્યો કરી શકે છે ઝડપી શીખી શકે છે.

તેજસ્‍વી બાળકો; બુદ્ધિશાળી બાળકોની જેમ તેજસ્‍વી બાળકો પણ સમાજમાં સારો દેખાવ કરી શકે શિક્ષક દ્વારા માર્ગદર્શન થી તેમના વ્‍યવહારુ જીવનમાં વધારે પરિવર્તન લઈ આવી શકે તેવો પણ સમાજમાં રહી સમાજ માનનીય કાર્ય કરી શકે તેજસ્‍વી બાળકો પણ યોગ્‍ય માર્ગદર્શન દ્વારા ઉચ્‍ચતર કક્ષા પ્રાપ્ત કરી શકે પરીક્ષા દ્રષ્ટિએ પોતાનો દ્રષ્ટિકોણ વધારે ચીવટ પૂર્વક આગળ વધી પ્રશંસાને પાત્ર કાર્ય કરી શકે પાઠ્‍યપુસ્‍તકો આધારિત કાર્ય લેખન કરવા માટેની કુશળતા વધારે સાબિત કરી શકે.

સર્જનાત્‍મક બાળક (ક્રિએટિવ ચાઈલ્‍ડ); સર્જન શીલ બાળકની અભિવ્‍યક્‍તિ સામાન્‍ય બાળક કરતાં વધારે હોય છે તેઓને લેખન કળા સંગીત વગેરેમાં વધારે હોય છે સર્જન બાળકો અને બાળકોની કમ્‍પેરીઝનમાં વધારે પ્રભાવશાળી સવાલો પૂછી શકે છે અને જવાબો પણ આપી શકે છે શુ? અને કેમ? એવા પ્રશ્નોની જગ્‍યાએ નવા પ્રશ્નોનું સર્જન કરી પોતાની રીતે નવી શોધખોળ કરવામાં અગ્રેસર રહે છે કયારેક પરંપરાગત જવાબોને બદલે જુદા જ પ્રકારના જવાબો આપે છે આજ છે તેમને વિશિષ્ટતાઓ જે તેમને અન્‍ય બાળકથી અલગ પાડે છે.

સર્જનાત્‍મકતા અને

બુદ્ધિ બંનેનું સંતુલન

બુદ્ધિ અને સર્જનાત્‍મકતાનુ સંતુલન જળવાઈ રહે તો બાળક સમાજ માન્‍ય કાર્ય કરી સમાજ માટે નવી શોધખોળ કરે સમસ્‍યાઓ માટે નવી પદ્ધતિઓ શોધી શકે સમાજ પ્રગતિના દ્વારા ખોલી શકે આવી જીવનમાં સફળતા મેળવી શકે ઉચ્‍ચતર પદવી પ્રાપ્ત થઈ જાય તો પણ તેનું સંતુલન જાળવીને રાખે આપણા ગુજરાતીમાં એક કહેવત છે ને ‘ખાલી ચણો વાગે ઘણો' પણ સર્જનાત્‍મક બાળકને આ કહેવત લાગુ પડતી નથી તે પોતાને મળેલી સફળતાનો સદુપયોગ કરે છે અને સમાજ માન્‍ય કાર્ય કરી પોતાનો માન મોભો જાળવી રાખે છે.

સર્જન બાળકની ઓળખ માટેની ટૂલ્‍સ અને પદ્ધતિઓમાં આ બધી જ ટેકનીકનો પ્રયોગમાં લઈ આવીને સર્જનાત્‍મક તેજસ્‍વી અને પ્રભાવશાળી બાળકની ઓળખ કરી શકાય અને તેમને અન્‍ય બાળકોથી અલગ પાડી શકાય એ માટે ખાસ માતા પિતાએ તેમજ શાળામાં શિક્ષકો બુદ્ધિશાળી બાળકોને ઓળખ કરી તેમને માટે જિજ્ઞાસા વધુને વધુ શીખવાના પ્રયત્‍નો કરવા જોઈએ તેમને સ્‍વતંત્ર વિચારવા ના અવસર આપવા જોઈએ જેમ કે એ ચિત્ર કામ કરી શકે સંગીત કળામાં ભાગ લઈ શકે વગેરે તેમને માર્ગદર્શક કરી સકારાત્‍મક ભૂમિકા ભજવવાના સારા વિચારોથી પ્રેરિત કરવા જોઈએ બાળકો શું વિચારે છે તેને મહત્‍વ આપવું જોઈએ.

સર્જનાત્‍મકતા અને બુદ્ધિએ માનવ તત્‍વનો અવિભાજ્‍ય અંગ ગણાય તેથી જ સર્જનાત્‍મકતા માટે ક્રિએટિવિટી બેઝ શિક્ષણ જરૂરી છે બાળક કંઈક નવું સર્જન કરી શકે એ માટે એને સ્‍વતંત્રતા આપવી તેમજ તેના વિચારોને પ્રોત્‍સાહન આપી નવી શોધખોળો માટે તેમને પ્રોત્‍સાહિત કરવા આપણા સમાજે બુદ્ધિશાળી, તેજસ્‍વી અને પ્રભાવશાળી બાળકો વચ્‍ચેના ભેદને જાણી તેમને સમાજમાં ઉચા અવસરો આપ્‍યા તો વૈશ્વિક સતરે આપણા દેશને આગળ વધારી શકાય બાળકના સમગ્ર વિકાસ અર્થે બંનેને સમન્‍વય જરૂરી છે બુદ્ધિની જેમ સર્જનાત્‍મકતા નું પણ એટલું જ મહત્‍વ છે માટે જ સમાજમાં બંનેને તટસ્‍થતા, માન્‍યતા અને પ્‍લેટફોર્મ આપવું જરૂરી છે.

લેખન સંદર્ભઃ ગિલફોડ JP (૧૯૫૦). અમેરિકાની સાયકોલોજી, ટનબર્ગ RJ (૧૯૯૫). ટોરેન્‍સ ટેસ્‍ટ ઓફ ક્રિએટિવિટી થીંકીંગ, ગાર્ડનર  H.(૧૯૮૩).ફેમ ઓફ માઈન્‍ડ થીયરી ઓફ મલ્‍ટિપલ ઇન્‍ટેરીજન્‍સ, MSW ૩૦૨ સમાજ કલ્‍યાણ બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી, MSE ૩૦૫ મનોચિકિત્‍સીય સમાજ કાર્ય બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી.

 

સંશોધનાત્‍મક લેખ

ડો. મનિષા લાખાણી

પોરબંદર ફેમીલી કોર્ટના કાઉન્‍સલર

(1:24 PM IST)