News of Thursday, 17th July 2025
મુન્દ્રામાં ગેરકાયદે ગેસ રિફિલિંગ અને વેચાણનો કાળો કારોબાર: એક સામટા ૧૭૫ બાટલા ઝડપાયા
બે છોટા હાથી ટેમ્પો તથા બોલેરો પીકઅપ જીપ, વજનકાંટો, સ્ટીલની ગેસ રીફીલીંગ નોઝલ સમેત કુલ ૫.૭૫ લાખનો મુદામાલ કબ્જે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ :કચ્છના મુન્દ્રા મધ્યે પોલીસે રાંધણ ગેસના રિફિલિંગ અને વેચાણનો ગેરકાયદેસર મોટાપાયે ચાલતો કાળો કારોબાર ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. પીઆઈ આર.જે.ઠુમ્મરની સુચનાથી પેટ્રોલિંગમાં રહેલ પોલીસટીમના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ ગઢવીને મળેલ બાતમીના આધારે નાના કપાયા સ્થિત ખેતરપાળ નગરમાં તપાસ હાથ ધરી હતી. પોલીસે અહીં રહેણાંક મકાનમાં ભરેલી બોટલમાંથી ખાલી બોટલમાં ગેસ રિફિલિંગ કરી ગેરકાયદેસર વેંચાણ કરતા મૂળ રાજસ્થાનના હેતરામ કંવરલાલ બિશ્નોઇ (ઉ.વ.38) અને સુનિલ ગણપતરામ સારણ (બિશ્નોઇ) (ઉ.વ.24 રહે બંન્ને ખેતરપાળ નગર -નાના કપાયા)ને ઝડપી લીધા હતા.
તેમની પાસેથી ૧ લાખ ૭૩ હજારના ના ૧૭૫ ગેસના બાટલા તેમજ તેના તેની ડીલીવરીમાં વપરાતી ચાર લાખની ટાટા કંપનીના બે છોટા હાથી ટેમ્પો તથા બોલેરો પીકઅપ જીપ, વજનકાંટો, સ્ટીલની ગેસ રીફીલીંગ નોઝલ સમેત કુલ ૫.૭૫ લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર આર.જે. ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ જોડાયો હતો.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
