<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

મોરબીના ઝોન-1માં સફાઈ અને ડોર ટુ ડોર કામગીરીની ચકાસણી કરતી મહાપાલિકાની ટિમ

શહેરમાં વિવિધ જગ્યાએ નાલાની સફાઈ કામગીરી પણ હાથ ધરાઈ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મહાનગરપાલિકાની ઓફિસ ટીમ દ્વારા ઝોન નં. 1ની વિઝિટ કરવામાં આવી હતી. જેમાં SWM શાખાની સફાઈ કામગીરી, ડોર ટુ ડોરની કામગીરી તેમજ સફાઈ કામદારની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત પંચાસર રોડ, વાવડી રોડ, લાઈન્સ નગર, રણછોડ નગર ખાતે આવેલ GVP પોઈન્ટની પણ વિઝિટ કરવામાં આવી હતી.

     વધુમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં તા.૦૮ થી ૧૪ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા ૫૧ આસામી પાસેથી રૂ. ૨૧૯૦૦/-તથા ગંદકી કરતાં ૧૬ આસામી પાસેથી રૂ. ૨૯00/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવનાર ૧ આસામી પાસેથી રૂ. 900/-, જાહેરમાં થૂંકનાર ૨ આસામી પાસેથી રૂ. ર૮૦/- તેમજ ખુલ્લામાં યુરીનેશન કરતાં ર આસામી પાસેથી રૂ. ર00/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ગાંધી સોસાયટી, રાધે કૃષ્ણ સ્કૂલ પાસે, સતનામ ગૌશાળા સામે, મહેન્દ્રનગર તેમજ ઇન્દિરા નગર, વાવડી રોડ પાસે મીરા પાર્ક, આસ્વાદ પાન પાસે આવેલ નાલા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.

(12:14 AM IST)