<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

જામનગર મહાનગરને જોડતા તથા શહેરની અંદરના તમામ બ્રીજનું કમિશનર ડી.એન. મોદી તથા નાયબ કમિશનર ડી.એ.ઝાલા દ્વારા સમગ્ર ટેકનીકલ ટીમ સાથે રાખીને બારીકાઇથી નિરીક્ષણ

અને દરેક વિભાગને રીપેરીંગ/પેચવર્ક માટે વેટમીક્ષ, હોટમીક્ષ પ્લાન્ટથી ડામર પેચવર્ક તથા કોલ્ડમીક્ષ, જેટ પેચીંગ ઈમન્શન પદ્ધતિથી ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી ચાલુ કરવાની સુચના

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૫ :જામનગર મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી ડી.એન.મોદીની રાહબરી હેઠળ આજે શહેરના તમામ બ્રીજની સર્વે ની કામગીરી હાથ ધરી લેવામાં આવી.તદુપરાંત શહેરના મુખ્ય તથા આંતરિક રસ્તાઓના રીપેરીંગ માટે ઝુંબેશના સ્વરૂપમાં કામ કરવા માટે સુચના આપવામાં આવી.

આજરોજ જામનગર શહેરના જોડતા દરેક એન્ટ્રી પોઈન્ટના બ્રિજનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું.અંધાશ્રમ પાસે બ્રીજ LC-૨૦૦ નું તથા તેને જોડતા આંતરિક રસ્તાને આસ્ફાલ્ટ પેચવર્ક ના કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને માઈનોર રીપેરીંગની જરૂરિયાત મુજબ સૂચના આપવામાં આવી.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી દ્વારા શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓનું જાત નિરીક્ષણ કરી અને દરેક વિભાગને રીપેરીંગ/પેચવર્ક માટે વેટમીક્ષ, હોટમીક્ષ પ્લાન્ટથી ડામર પેચવર્ક તથા કોલ્ડમીક્ષ, જેટ પેચીંગ ઈમન્શન પદ્ધતિથી ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી ચાલુ કરવાની સુચના આપેલ. તમામ વિભાગના વડા દ્વારા તેનું નિરીક્ષણ થાય તેના માટેની દરેક લગત વિભાગને સુચના આપેલ.

(4:53 PM IST)