<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

સાવરકુંડલાના નાવલી નદીના ક્ષતિગ્રસ્‍ત માર્ગનું પત્રકાર દ્વારા સમારકામના પ્રયાસ ફળ્‍યા

સોહીલ શેખની રજૂઆત બાદ નાવલીના પુર પછી માર્ગ પુર્વવત

(ઇબબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૧પઃ નાવલી નદીમાં આવેલા ભયાનક પૂરને કારણે સાવર અને કુંડલાને જોડતો, મણિનગર બીડીકામદાર વિસ્‍તારમાંથી પસાર થતો મુખ્‍ય માર્ગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્‍ત થયો હતો. આ માર્ગ વાહનવ્‍યવહાર માટે બંધ થઈ જતાં શાળા-કોલેજના હજારો વિદ્યાર્થીઓ, સ્‍થાનિક રહીશો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‍યો હતો.

સ્‍થાનિક પત્રકાર સોહીલ શેખ દ્વારા આ ગંભીર સમસ્‍યા અંગે સાવરકુંડલા પાલિકા તંત્રનું ધ્‍યાન દોરવામાં આવ્‍યું હતું. તેમના અવિરત પ્રયાસો અને સચોટ રજૂઆતોના પરિણામે, પાલિકા તંત્ર દ્વારા તાત્‍કાલિક ધોરણે આ રસ્‍તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી આ કામગીરીને કારણે ક્ષતિગ્રસ્‍ત માર્ગ ફરીથી વાહનવ્‍યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્‍યો છે.

આ ઝડપી અને અસરકારક કામગીરીથી હજારો વિદ્યાર્થીઓ તેમજ સ્‍થાનિક રહીશો અને રાહદારીઓએ મોટી રાહત અનુભવી છે. આ પ્રશંસનીય કાર્યબદલ સૌએ સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ગોહિલ સાહેબ, એસ.આઈ. ભુપતભાઈ ખુમાણ, ડ્રાઈવર મનોજભાઈ પાંડે, અને જેન્‍તીભાઈ રાણાવડીયાનો હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

પત્રકાર સોહીલ શેખના સક્રિય યોગદાન અને સાવરકુંડલા પાલિકા તંત્રની સમયસરની અને કાર્યક્ષમ કામગીરીને કારણે જાહેર જનતાની મુશ્‍કેલીઓનો સુખદ અંત આવ્‍યો છે, જે જનસેવા અને તંત્રના સુમેળભર્યા પ્રયાસોનું

ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

(1:27 PM IST)