<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

લોકોના પ્રશ્નો હલ કરવાની અમારી પ્રાથમીકતા : અર્જુનભાઇ મોઢવાડીયા

પોરબંદરના અટલ ભવન ખાતે લોકોના પ્રશ્નો અને રજૂઆતો ધારાસભ્‍ય અર્જુનભાઇએ સાંભળી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૫: જનતાના પ્રશ્નો દુર કરવા એ જ અમારી પ્રાથમિકતા છે તેમ ધારાસભ્‍યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્‍યું હતું.

 ધારાસભ્‍ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા  જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળ્‍યા હતા, તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી  ઉપસ્‍થિત હતા 

 વિધાનસભા વિસ્‍તારના નાગરિકોના પ્રશ્નો અને રજુઆતો સાંભળવા માટે આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઓપન સેશનનું આયોજન કરાયું હતું. જેમાં  શહેરી વિસ્‍તાર અને ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોએ પોતાની સમસ્‍યાઓ અંગેની રજુઆતો મળી છે તેનો ઝડપથી ઉકેલ આવે તે માટે સબંધિત વિભાગોને સુચના આપવામાં આવી છે.

નાગરિકો એ મુખ્‍યત્‍વે વીજળી ને લગતી સમસ્‍યા, સફાઈ, પાણી ભરાવાની સમસ્‍યા, સ્‍ટ્રીટ લાઇટ ને લગતી સમસ્‍યા, ભૂગર્ભ ગટર, પીવાના પાણી ને લગતી સમસ્‍યાઓ અર્જૂનભાઇ સમક્ષ  રજૂ કરી હતી, આ તમામ સમસ્‍યાઓ ના ઉકેલ માટે ધારાસભ્‍ય અર્જૂનભાઇ દ્વારા લગતા વળગતા અધિકારીઓ ને સૂચના આપી ને ત્‍વરિત નિકાલ કરવા જણાવ્‍યું છે.

(11:59 AM IST)