તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
અમરેલી જીલ્લામાં અપમૃત્યુના વધુ ચાર બનાવોઃ લાઠીમાં પ્રૌઢ પાણીમાં ડૂબી જતા, ડેડાણ સીમમાં પ્રૌઢ કૂવામાં પડી જતા, બાબરામાં ગાય સાથે એકટીવા અથડાતા યુવાન,આંબરડીમાં ઝેરી દવા પી જતા તરૂણીના મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૫: અમરેલી જીલ્લામાં દિનપ્રતિદિન અપમળત્યુંના બનાવમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે.ત્યારે અમરેલી જીલ્લામાં અપમળત્યુંના વધુ ચાર બનાવો પોલિસમાં જાહેર થયેલ. જેમાં લાઠીમાં પ્રૌઢનું પાણીમાં ડુબી જતા, ડેડાણ સીમમાં પ્રૌઢનું કુવામાં પડી જતા,બાબરામાં ગાય સાથે એકટીવા અથડાતા યુવાનનું, આંબરડીમાં ઝેરી દવા પી જતા તરૂણીનું મોત નિપજયું હતું.
લાઠી અકાળા રોડ ભરતભાઈ અરજણભાઈ ડાંગરની વાડીની સામે આવેલ તળાવમાં લાઠીના કિશોરભાઈ ચુનીભાઈ મકવાણા ઉ.વ.૫૪ કોઈ અગમ્ય કારણોસર પાણી ડુબી જવાથી મોત નિપજયાનું ભરતભાઈ ચુનીભાઈ મકવાણાએ લાઠી પોલિસ મથકમાં જાહેર કરેલ છે. બીજા બનાવમાં ખાંભા તાલુકાના ડેડાણ ગામે રામભાઈ અરજણભાઈ મકવાણા ઉ.વ.૪૩ પોતાની વાડીએ કુવાની બાજુમાં કામ કરતા હોય.તે દરમ્યાન અચાનક તેમનો પગ લપસી જતા કુવામાં પડી જતા પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું ભાણાભાઈ અરજણભાઈ મકવાણાએ ખાંભા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.ત્રીજા બનાવમાં બાબરામાં તાલુકા પંચાયત પાસે રોડ ઉપર પ્રકાશભાઈ જયસુખભાઈ પોકીયા ઉ.વ.૩૩ એકટીવા લઈને જતા હતા. ત્યારે ગાય રોડ વચ્ચે આડી પડતા ગાય સાથે ભટકાઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયાનું જીગ્નેશભાઈ જયસુખભાઈ પોકીયાએ બાબરા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.ચોથા બનાવમાં સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે રહેતી ચંદ્રિકાબેન હકુભાઈ સોલંકી ઉ.વ.૧૪ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું દિલિપભાઈ માવજીભાઈ સોલંકીએ સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં જાહેર કરેલ છે.(૨.૧૧)
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
