News of Tuesday, 15th July 2025
બાબરાના કલોરાણા ગામે મકાનમાં તસ્કરો ત્રાટકયા
રોકડ તથા વાસણો મળી રૂા. ૧૫ હજારની માલમતા ગઇ

અમરેલી તા.૧૫: કલોરાણા ગામે મીનાબેન અરજણભાઈ વાળા ઉ.વ.૬૦ ના બંધ મકાનમાં તાળા તોડી બીજા રૂમમાં આવેલ કબાટની તીજોરીમાંથી કોઈ તસ્કરોએ રોકડ રૂા.૧૦,૦૦૦ તથા માળીયા ઉપર રાખેલ જુના તથા નવા તાબા પીતળ અને કાસાના તેમજ સ્ટીલના વાસણો રૂા.પ૦૦૦ મળી કુલ રૂા.૧પ,૦૦૦ કોઈ તસ્કરોએ મકાનમાં પ્રવેશી ચોરી કરી ગયાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સાવરકુંડલામાં મોબાઈલ ચોરાયો
સાવરકુંડલા નવા બસ ડેપોમાં હિતેશભાઈ શીવાભાઈ મોલાડીયાનો વીવો કંપનીનો રૂા.૧૨,૯૯૯ ની કિંમતનો મોબાઈલ પેન્ટના ખીસ્સામાંથી પડી જતા કોઈ ચોરી ગયાની ફરિયાદ નોંધાવી છે.
ખાંભાના નવા માલકનેસમાં યુવાન ઉપર હુમલો
નવા માલકનેસ ગામે મુકેશભાઈ સોલંકીના હીરાના કારખાના પાસે રમેશભાઈ હમીરભાઈ જાદવ ઉ.વ.૨૭ના કાકાની દિકરીને વિજય ચોથાભાઈ સોલંકી ફોન કરી મેસેજ કરતો હોય.અને ફોટા મોકલતો હોય.જે અંગે રમેશભાઈ તથા અશ્વિનભાઈ ઠપકો આપવા જતા સારૂ નહી લાગતા ગાળો બોલી કેડમાં રહેલ છરી વડે રમેશભાઈને ડાબા પડખામાં એક ઘા મારી ઈજા કર્યાની ખાંભા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.(૨.૧૧)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
