<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

ભુજના ઝુરા ગામની સીમમાં સોનાવ ડેમના કિનારે જુગાર કલબ એલસીબી ત્રાટકી: 5 ખેલીઓ 1.65 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

પોલીસ દરોડા દરમિયાન 13 ખેલીઓ નાશી છૂટ્યા : હરિસિંહ જાડેજા, ઉમર સમેજા અને અકબર શેખ બહારથી ખેલી બોલાવી નાલ ઉઘરાવી જુગાર કલબ ચલાવતા હોવાની બાતમીના આધારે દરોડો

જના ઝુરા ગામની સીમમાં સોનાવ ડેમના કિનારે ચાલતી જુગાર કલબ પર પશ્ચિમ કચ્છ એલસીબી ત્રાટકી હતી. જુગાર રમતા 5 ખેલીઓ 1.65 લાખના મુદ્દામાલ સાથે પકડાયા જયારે 13 ખેલી નાસી છૂટયા હતા. હરિસિંહ જાડેજા, ઉમર સમેજા અને અકબર શેખ બહારથી ખેલી બોલાવી નાલ ઉઘરાવી જુગાર કલબ ચલાવતા હોવાની બાતમી મળી હતી. 

  એકતરફ SMC માંડવી પંથકમાં જુગાર કલબ પર ત્રાટકી ત્યારે બીજી તરફ પશ્ચિમ કચ્છ એલસીબીએ પણ જુગાર કલબ પર દરોડો પાડયો હતો. પાંચેય આરોપીઓ વિરુદ્ધ માધાપર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે.



 

(5:11 PM IST)