તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
મોરબી નજીક સિરામિક સિટીમાં મહાપાલિકાની સરપ્રાઈઝ દબાણ હટાવ કામગીરી.
અગાઉ જાણ કર્યા વગર મહાપાલિકાની ટીમે જેસીબીથી ઓટલા પાડવાની કામગીરી શરૂ કરી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં નેશનલ હાઇવે પાસેના સિરામિક સિટીમાં મહાપાલિકાની ટીમે આજે ઓચિંતું ડીમોલેશન હાથ ધર્યું છે. જેમાં હાલ જેસીબીની મદદથી ઓટલા પાડવામાં આવી રહ્યા છે. જો કે મહાપાલિકાએ અગાઉ જાણ કરી ન હોય વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે નેશનલ હાઇવે પર શક્તિ ચેમ્બર પાસે આવેલ સિરામિક સિટીમાં આજે મહાપાલિકાની ટિમે જેસીબી લઈને આવીને છાપરા અને ઓટલા તોડવા કહ્યું હતું. આ મામલે અગાઉ વેપારીઓને કોઈ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી. જેથી વેપારીઓ થોડો સમય આપવા વિનંતી કરી હતી. આથી મહાપાલિકાની ટીમે છાપરા હટાવવા થોડો સમય આપ્યો છે. હાલ ઓટલા તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
