તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
બરવાળા અને ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો : અનેક રસ્તાઓમાં ભરાયા પાણી : નદી, નાળા, ચેકડેમોમાં પાણી આવક
ગઢડાના લાખણકા ગામે 4 ઈંચ વરસાદ ખાબક્યો: ભારે વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી: ખેતરમાં પાણી ભરાતા પાક પાણીમાં ગરકાવ

બોટાદ જિલ્લામાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના બરવાળા અને ગઢડા તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો છે. બરવાળા શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. બરવાળા શહેરના મેઈન બજાર, કુંડળ દરવાજા, ખારા વિસ્તાર, કેશવ નગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.
બરવાળા તાલુકાના કુંડળ, વહિયા, રામપરા, બેલા, રોજીદ, કાપડિયાળી, ખમીદાણા, નાવડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. આ સિવાય ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગઢડા તાલુકાના લાખણકા, ખોપાળા, ઉગામેડી, ઈશ્વરીયા, અડતાળા, ઝીઝાવદર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ પડતા રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
ગઢડાના લાખણકા ગામે 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી, ખેતરમાં પાણી ભરાતા પાક પાણીમાં ગરકાવ થયો છે. ગામના નદી, નાળા, ચેકડેમોમાં પાણી આવક જોવા મળી છે.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
