તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ ખાબક્યો
મગફળી, કપાસ, એરંડા સહિતના પાકોને ફાયદાકારક હોવાથી ખેડૂતોમાં આનંદની લાગણી

સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા સહિત અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર બપોર બાદ અચાનક વાતાવરણમા પલટો આવ્યો હતો. ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આસપાસન ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું.
વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોર બાદ વરસાદ વરસ્યો છે. ચાર દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. સવારથી ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મગફળી, કપાસ, એરંડા સહિતના પાકોને ફાયદાકારક હોવાથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
