તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
વિડીયોકોલમાં મંગેતરે ઝઘડો કરી ફાંસો ખાવાનો ઇશારો કરતા પરપ્રાંતીય યુવકે આપઘાત કર્યો'તો
રાવકીમાં અઢી માસ પૂર્વેના આપઘાતના બનાવમાં મંગેતર સામે ગુનો નોંધાયોઃ મૃતક યુવકના મોબાઇલનો લોક ખૂલતા વિડીયોકોલનું સ્કીન રેકોડીંગ મળતા પિતાએ ફરિયાદ કરી

રાજકોટ તા.૧૨: લોધીકાના રાવકી ગામે ચેતના ઇન્ડસ્ટ્રીઝમાં મજુરીકામ કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા મુળ યુપીના અમન દિનેશભાઇ ગોૈતમ (ઉ.વ.રર)એ અઢી માસ પૂર્વે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં તેના પિતાએ મૃતક પુત્રની મંગેતર સામે આપઘાત કરવા મજબુર કર્યાની લોધીકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી દિનેશભાઇએ મૃતક પુત્રની મંગેતર ગોૈરાદેવી ફુલચંદ ગોૈતમ રે.યુપી સામે લોધીકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પુત્ર અમનની ૨૦૨૪માં આરોપી ગોૈરાદેવી સાથે સગાઇ થઇ હતી. તે બન્ને ફોન અને વિડીયોકોલથી વાતચીત કરતા હતા. પુત્ર અમન હોળીની રજા ઉપર વતનમાં આવ્યો ત્યારે જણાવ્યું હતું કે, ગોૈરાનો મોબાઇલ સતત વ્યસ્ત આવે છે અને તેને બીજા છોકરા સાથે પ્રેમસંબધ હોવાની મને શંકા છે ત્યારબાદ ૧૫ દિવસ રોકાઇ પુત્ર અમન રાવકી આવી ગયો હતો અને અઢી માસ પૂર્વે પુત્ર અમને રાવકીમાં તેના કારખાનાની ઓરડીમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
દરમ્યાન મૃતક અમનના મોબાઇલ ફોન જે લોક હોવાથી ખુલતો ન હતો તે ૧૦ દિવસ પહેલા ખુલી જતા આ મોબાઇલફોનમાં અમન અને તેની મંગેતર ગોૈરાદેવીના વિડીયોકોલનું સ્કીન રેકોડીંગ જોવા મળ્યું હતું જે વિડીયોકોલમાં મંગેતર ગોૈરા ઝઘડો કરી અમનને ગળેફાંસો ખાઇ જા તેવો ઇશારો કરતો હોવાનું દેખાયું હતું. પુત્ર અમનને તેની મંગેતરે આપઘાત કરવા મજબુર કરી હતી.
આ ફરિયાદ અન્વયે લોધીકા પોલીસે મંગેતર ગોૈરાદેવી સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
