<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

ગોપાલભાઈએ હજી શપથ જ ગ્રહણ કર્યા નથી, એટલે પહેલા રાજીનામુ આપવાની જવાબદારી ધારાસભ્ય કાંતિલાલની : આપ જિલ્લા પ્રભારી: જુઓ વિડિઓ

-વિડિઓ વાયરલ કરાવી પ્રજાને ગુમરાહ કરવાને બદલે આ રકમનો ઉપયોગ પ્રજાહિતમાં કર્યો હોત તો મોરબીની આ દશા ના થી હોત : મોરબીના ધારાસભ્યની પ્રેસ કોન્ફરન્સનો આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા દ્વારા વળતો જવાબ

મોરબીના ધારાસભ્યની પ્રેસ કોન્ફરન્સનો આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા દ્વારા વળતો જવાબ અપાયો છે , પંકજભાઈએ જણાવ્યું કે મોરબીના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા છેલ્લા ત્રણ ચાર દિવસથી આમ આદમી પાર્ટી ટિમ ગ્રાઉન્ડ પર ઉતરી છે અને મોરબીની જનતાને જાગૃત કરી રહી છે ભાજપના ગાઢ ગણાય તેવા વિસ્તારોમાં જાગૃતિ ફેલાઈ છે ત્યારે ભાજપ ઘાંઘું થયું છે મતબેંકમાં ગાબડું પડતા ભાજપ બોખલાઈ ગઈ છે

  પંકજભાઈએ જણાવ્યું હતું કે ધારાસભ્ય કાંતિલાલે  ચેલેન્જ કરી હતી કે ગોપાલ ઈટાલીયા મોરબી આવે અને રાજીનામુ આપે, ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ આ ચેલેન્જ સ્વીકારી રાજીનામુ આપવા સહમત થયા બાદ કાંતિલાલ એ કહ્યું કે હવે અધ્યક્ષને રાજીનામુ આપીએ,, પરંતુ ગોપાલભાઈએ હજુ શપથ ગ્રહણ કર્યા નથી અને જો ચૂંટણી કરાવવી હોય તો ધારાસભ્ય કાંતિલાલે પહેલા રાજીનામુ આપવું પડે ત્યારબાદ પેટા ચૂંટણી થઇ શકે છે ત્યારે સૌપ્રથમ રાજીનામુ આપવાની જવાબદારી કાંતિલાલની છે 

 વધુમાં જણાવ્યું હતું વિડિઓ વાયરલ કરાવી ઈનામની જાહેરાત કરાય છે લોકોને પ્રલોભનો અપાઈ છે પણ જો આ રૂપિયાનો ઉપયોગ પ્રજા માટે કર્યો હોત તો મોરબીની આ દશા ન થઇ હોત ,અને મોરબીની જનતાને જનતાને રસ્તા પર ઉતરવું ના પડ્યું હોત , પંકજભાઈએ જણાવ્યું હતું કે મોરબીની જનતાના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી લડતી રહેશે 

(12:34 AM IST)