<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

ગુરૃ પૂર્ણિમા નિમિતે બગદાણામાં ભકતોનું ભારે ઘોડાપૂર ઉમટયું

ગુરૃ પૂર્ણિમાના પાવન દિવસે સવારે ૫ કલાકે મંગળા આરતીથી શરૃ કરી દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે

બગદાણા,તા.૧૦

બજરંગદાસજી બાપાની તપોભૂમિ તીર્થરાજ બગદાણા મુકામે ગુરૃપૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

 ગુરૃ આશ્રમ ખાતે ગુરૃ પૂર્ણિમાના પાવન દિવસે સવારે ૫ કલાકે મંગળા આરતીથી શરૃ કરી દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

ગુરુપૂર્ણિમાના દિવસે દરેક લોકો પોતાના ગુરુના ચરણોમાં શીશ નમાવવા જાય છે, ત્યારે લાખો લોકોના ગુરુ એવા પ.પૂ બજરંગદાસ બાપાનું કર્મસ્થાન બગદાણા ખાતે દર વર્ષે ગુરુપૂર્ણિમાના દિવસે અહીંયા ધામધૂમથી દિવસભર ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવતા હોય છે.

 બે દિવસ સુધી લાખો ભક્તો બાપાના દર્શને આવતા હોય છે, બગદાણા ખાતે આજ ગુરુપૂર્ણિમા નિમિત્તે વહેલી સવારે પ કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી, અહી પાવન પરિસરમાં સવારના ૫ કલાકથી ધાર્મિક કાર્યક્રમનો આરંભ થયો હતો, સવારના પાંચ વાગ્યે મંગલા આરતી બાદ સવાર ના ૭.૦૦ કલાકે ગુરુમહીમા પૂજન ત્યારબાદ ૭.૩૦ કલાકે ધજા પૂજન વિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત લાખો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે જેના માટે પ્રસાદની વ્યવસ્થા પણ મંદિરના ટ્રસ્ટીઓ તરફથી રાખવામાં આવી હતી.

(10:03 PM IST)