તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
ઘેલા સોમનાથ મેળોઃ ૧ર૭ સ્ટોલ તથા ૧પ દુકાનો અંગે ૧૬ જૂલાઇએ હરરાજી
મેળો રપ જૂલાઇથી ર૩ ઓગસ્ટ સુધી યોજવાનું ફાઇનલ કરાયુ

રાજકોટ તા. ૧૦ :.. જુલાઈ - રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સોમપીપળીયા સ્થિત શ્રી ઘેલા સોમનાથ મંદિર ખાતે આગામી શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવશે. શ્રાવણ માસ દરમિયાન અહીં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. લોકમેળા અન્વયે શ્રી ઘેલા સોમનાથ મંદિર હસ્તકના ગોડલાધાર રોડ પરનું, મોઢુકા રોડ પરનું, નવાગામ રોડ પરના ર્પાકિંગ, મંદિર પરિસર આસપાસના તમામ ૧૨૭ સ્ટોલ અને શ્રી ઘેલા સોમનાથ શોપિંગ મોલની કુલ ૧૫ દુકાનો તા.૨૫/૦૭/૨૦૨૫થી તા.૨૩/૦૮/૨૦૨૫ સુધી ભાડે આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ જગ્યાની હરરાજી તા.૧૬/૦૭/૨૦૨૫ના રોજ શ્રી ઘેલા સોમનાથ મંદીર ખાતે બપોરના ૩-૦૦ કલાકે રાખવામાં આવી છે. તમામ જગ્યાની હરરાજીની અપસેટ કિંમત કુલ રૂ.૫૪ લાખ રાખવામાં આવેલ છે. આ માટે રસ ધરાવતી પાર્ટીઓએ હરરાજીમા જોડાવવા અનુરોધ કરવામાં આવે છે. વધુ વિગતો માટે શ્રી હિરેનભાઈ મકાણી, વહીવટદારશ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ મો. ૯૭૨૪૬ ૦૬૧૦૧નો સંપર્ક કરવાનો રહેશે
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
