તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
ચોટીલાના મહાવીરપુરમ તિર્થમાંથી મૂર્તિઓની ચોરીઃ ચાર વાહનો ગૂમ
ઝાલાવાડના શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોની રંજાડ વધતા પ્રજામાં ફફડાટ

વઢવાણ તા. ૧૦: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા, થાન, ધ્રાંગધ્રા સિટી, રેલવે પોલીસ મથક અને નાની મોલડી પોલીસ મથકે ચોરીની ૬ ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં દસાડાના મેરા, એરવાડા, એછવાડા અને થાનના અભેપરમાં બાઈક ચોરાયા છે. જયારે ચોટીલા હાઈવે પર મહાવીરપુરમ તીર્થમાંથી ભગવાનની પંચધાતુની મુર્તીઓ ચોરાઈ છે. બીજી તરફ ધ્રાંગધ્રાના રહેણાક મકાનમાં ચોરી થઈ છે.
દસાડા તાલુકાના ફતેપુરા ગામના ૨૩ વર્ષીય મનસુખભાઈ ગુલાબભાઈ ધામેચા હાલ મેરા ગામે રહે છે અને જાલીસાણા ગામે આવેલ કંપનીમાં ફરજ બજાવે છે.ગત તા. ૨જીએ તેઓએ ઘરની બહાર પોતાનું બાઈક પાર્ક કર્યુ હતુ. જયારે તા. ૩જીએ સવારે તેઓને કંપનીમાં જવાનું હોવાથી ઘરની બહાર આવતા બાઈક નજરે પડયુ ન હતુ. થાનના અભેપર ગામે આવેલ રામજી મંદિર પાસે રહેતા હીતેશભાઈ લાલજીભાઈ ઝેઝરીયા વાસુકી ગળહ ઉદ્યોગમાં મજુરી કરે છે. તા. ૨જીએ તેઓએ ઘરની બહાર પોતાનું બાઈક પાર્ક કર્યુ હતુ. તા. ૩જીએ સવારે તેઓને ગામમાં એક પ્રસંગમાં જવાનું હોવાથી બહાર આવીને જોતા બાઈક નજરે પડયુ ન હતુ. તપાસ એએસઆઈ જે.એસ.જાડેજા ચલાવી રહ્યા છે. આ ઉપરાંત દસાડાના એરવાડા ગામે રહેતા વજુભાઈ વીરાભાઈ પગીના ઘર બહારથી રૂ. ૨૫ હજારનું તથા એછવાડા ગામે રહેતા જગદીશભાઈ ડાયાભાઈ વાઘેલાનું રૂ. ૨૦ હજારનું બાઈક ચોરાયુ છે. બન્ને બાઈક ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ એએસઆઈ એચ.કે.સોલંકી ચલાવી રહ્યા છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
