તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
ઉપલેટામાં કિસાન સભાએ રેલી યોજી દેખાવો કર્યા

ઉપલેટા, કેન્દ્ર સરકારની કોર્પોરેટ્સ કંપની તરફથી ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિઓથી દેશના કામદારો અને કિસાનોની હાલત કથડી રહી છે ત્યારે દેશના કામદાર કર્મચારીઓના ૧૧ જેટલા રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને ફેડરેશનો એ સરકારની નીતિઓને પડકારવા ૯ જુલાઈના રાષ્ટ્રીય હડતાલ જાહેર કરેલ આ હડતાલને સંયુક્ત કિસાન મોરચા એ સમર્થન જાહેર કરી કિસાનોના પડતર માગણીઓને પૂરી કરવા દેશભરના ખેડૂતોને હડતાલમાં જોડાવા હાકલ કરી તેના ભાગરૂપ રાજકોટ જિલ્લા કિસાન સભા અને આ સંગઠિત ક્ષેત્રના કામદાર સંગઠને ઉપલેટાના બાપુના બાવલા ચોકમાં મોટી સંખ્યામાં ખેડૂત કામદાર ભાઈ બહેનો એકત્રિત થઈ રેલી યોજી માગણીઓ અંગે સૂત્રાચારો કર્યા આ પ્રસંગે કિસાન સભાના રાજ્ય પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ ઉપસ્થિત કિસાન કામદારોને હડતાલની માગણીઓ ૪ નવા લેબર કોડ પાછા ખેંચો ખેડૂતોને ટેકાના ભાવનો કાયદો બનાવો સ્વામીનાથન સમિતિની ભલામણ મુજબ ખેત પેદાશોના ભાવ આપો ખેડૂતોને મજદૂરોને માસિક વળદ્ધ પેન્શન આપો. કામદારોને લઘુત્તમ વેતન ૨૬,૦૦૦ આપો કોન્ટ્રાક આધારિત કર્મચારીઓને કાયમી કરો તેમાં જ વીજળીનું ખાનગીકરણ બંધ કરો અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો એ માંગો અંગે સૂત્રચારો કરાવ્યા. આજના હડતાલના સમર્થનમાં રાજકોટ જિલ્લા કિસાન સભાના પ્રમુખ કારાભાઈ બારૈયા દિનેશભાઈ કંટારીયા ખીમાભાઈ આલ અજય કપૂર પમીબેન ડેર મનિષાબેન ગજેરા રાધાબેન તથા અસંગઠિત કામદાર સંગઠનના વિનુભાઈ ધેરવડા દિલીપભાઈ વસરા કાંતિભાઈ સોલંકી વિક્રમભાઈ શિહોરા એ જહેમત ઉઠાવી હતી.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
