તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
અંબાલાથી રાજકોટ આવી રહેલ ૧ કરોડનો દારૂ ઝડપાયો
કન્ટેનરમાં પતરાના બનાવેલા ચોરખાનામાં છૂપાવેલ ૭૯૪૪ બોટલ કબ્જે કરતી પાણશીણા પોલીસ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૦: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર પાણશીણા પોલીસે લીંબડી નજીકથી એક કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થા સાથે રાજસ્થાનના શખ્સને ઝડપી પાડયો હતો. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે વિદેશી દારૂની ૭૯૪૪ બોટલ, મોબાઈલ અને કન્ટેનર ટ્રક મળીને કુલ રૂપિયા ૧.૧૩ કરોડનો મુદામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો.
પાણશીણા પીઆઈ સહિતના પોલીસ સ્ટાફે પાણશીણા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક ટ્રેઈલર કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદથી રાજકોટ તરફ જવા નીકળે છે. બાતમીના આધારે પોલીસે ચેક પોસ્ટ પર વોચ ગોઠવીને આડસ મુકીને બાતમી વાળા ટ્રેઈલર કન્ટેઈનર ચાલકને ઉભો રાખવા ઇશારો કર્યો હતો પરંતુ તે ઉભો રહ્યો ન હતો અને નાસી છુટયો હતો. પોલીસે પીછો કરીને લીંબડી નજીક હાઈવે પર આવેલી માધવ હોટલ પાસેથી કન્ટેઈનર ચાલક કહેરારામ હરખારામ જાટ (રહે. સેવરોકા બાસ ગામ, તા.લુણાડા, જિ.બાડમેર, રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો.
ટ્રેઈલર કન્ટેનરની તપાસ હાથ ધરતાં વિદેશી દારૂની ૭૯૪૪ બોટલ (કિં.રૂ.૧,૦૧,૮૩,૨૦૦), એક ટ્રેઈલર કન્ટેનર (કિં.રૂ.૧૨ લાખ) અને એક મોબાઈલ કિ.રૂ. ૫,૦૦૦ મળીને કુલ રૂપિયા ૧,૧૩,૮૮,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ચાલકે જણાવ્યું હતું કે રાજપાલ (રહે.બિકાનેર)ના કહેવાથી હરિયાણાના અંબાલા ખાતેથી અજાણ્યા શખ્સ અંબાલા-રાજપુરા રોડ પર આવેલા ટોલ નાકા પાસે અજાણ્યા શખ્સે દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. રાજપાલે મને સાયલા પહોંચીને ફોન કરવાનું કહ્યું હતું. જેથી આ દારૂનો કોને આપવાનો છે એ મને ખબર નથી.
લીંબડી હાઈવે પર પાણશીણા ગામ નજીક સ્થાનિક પોલીસ અને એલસીબી ટીમે ૨ અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રૂ. ૧.૮૪ કરોડનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂ, મોબાઈલ, વાહન મળીને ૨ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરતા ૨ શખસને ઝડપી પાડ્યા હતા. દારૂની હેરાફેરી કરતા કહેરારામ, દારૂનો જથ્થો ભરી આપનારા રાજપાલ સહિત તપાસમાં ખુલ્લે તે શખસો સામે ફરિયાદ નોંધી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ લીંબડી હાઈવે પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી. પીઆઈ જે.જે.જાડેજા, પીએસઆઈ જે.વાય.પઠાણ, કુણાલસિંહ ઝાલા, ભરતભાઈ સભાડ સહિત ટીમે બાતમી વાળા ટ્રકને ઉભી રખાવી તપાસ શરૂ કરી હતી. ટ્રકની બોડીમાં બનાવેલા પતરાના ચોર ખાનામાંથી દારૂની બોટલો ઝડપી પાડી હતી.(૨.૧૫)
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
