તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
જૂનાગઢમાં બર્નિગ કાર, આગ લાગતા આગળનો ભાગ સ્વાહા
તળાવ દરવાજા પાસેની ઘટનાથી અફડાતફડી મચી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૦: ગઈકાલે જુનાગઢમાં બર્નિંગ કારની ઘટના સામે આવી હતી. આગ લાગવાથી કારનો આગળનો ભાગ સ્વાહા થઈ ગયો હતો.
શહેરમાં તળાવ દરવાજે બુધવારની સાંજે એક કારમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કારની આગળનો ભાગ ખાખ થઇ ગયો હતો.
જોકે ફાયર બ્રિગેડે તુરત જ દોડી આવીને આગને કાબુમાં લીધી હતી.
શહેરમાં તળાવ દરવાજા ફાટક આગળ ઇન્દ્રલોક આર્કેડ સામે બુધવારે સાંજે એક કાર પાર્ક કરવામાં આવી હતી. લોકો અને વાહનોની અવરજવરથી સતત ધમધમતા તળાવ દરવાજા રોડ પર કારના આગળના ભાગે ઓચિંતા જ આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી.
આગની ઘટનાને જાણ થતા મનપાના ફાયર બ્રિગેડના કર્મચારીઓએ તુરત જ દોડી આવીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. સદનસીબે કોઈ પ્રકારની જાનહાની થઈ ન હતી પરંતુ આગની ઘટનાથી કારની આગળનો ભાગ ખાખ થઈ ગયો હતો.
કારમાં આગ લાગવા પાછળનું કારણ બહાર આવ્યું ન હતું. પરંતુ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.(તસ્વીરઃ મુકેશ વાઘેલા : જુનાગઢ)(૨૩.૭)
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
