<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

સુરજકરાડીનો શખ્‍સ નશાકારક કેપ્‍સ્‍યુલના જથ્‍થા સાથે ઝડપાયો

જામ ખંભાળિયા, તા.૧૦: દ્વારકા વિસ્‍તારના ડીવાયએસપી સાગર રાઠોડની ટીમના પોલીસ સ્‍ટાફ દ્વારા ગતરાત્રે સુરજકરાડીના ગણેશપરા વિસ્‍તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ધનજી રામજી મેરાભાઈ ધુમડિયા નામના ૪૨ વર્ષના શખ્‍સના મકાનમાંથી ૧૧૨૬ નશાકારક કેપ્‍સ્‍યુલના જથ્‍થા સાથે ઝડપી લેવામાં આવ્‍યો હતો. ૫૬૩ ગ્રામ વજનની અને રૂ. ૧૧,૧૪૭ ની કિંમતની કેપ્‍સ્‍યુલ ઉપરોક્‍ત શખ્‍સએ પોતાના અંગત ફાયદા માટે પોતાના મકાનમાં છુપાવીને રાખવામાં આવી હોવાથી પોલીસે એક મોબાઈલ સહિત કુલ રૂપિયા ૧૬,૧૪૭ ના મુદ્દામાલ સાથે આરોપી ધનજી ધુમડીયાની અટકાયત કરી લીધી હતી.

આ પ્રકરણમાં પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્‍ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.આર. ઝરૂ દ્વારા હાથ ધરવામાં આવી છે.

દ્વારકામાં જુગાર રમતા પાંચ ઝડપાયા

દ્વારકામાં રબારી પાડો વિસ્‍તારમાં રહેતા મીત ભરતભાઈ ચંદારાણા નામના શખ્‍સના રહેણાંક મકાનમાં બેસીને ગંજીપાના વડે જુગાર રમી રહેલા મીત ભરતભાઈ ચંદારાણા સાથે યુગ અભિજીતભાઈ વાયડા, રાજ હિતેનભાઈ મીન, યસ વીશનજીભાઈ ઝાખરીયા અને ભાવેશ જગદીશભાઈ ભાયાણી નામના પાંચ શખ્‍સોને પોલીસે રૂ. ૧૨,૭૫૦ ની રોકડ રકમ તથા રૂપિયા ૪૦ હજારની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૫૨,૭૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, કાર્યવાહી કરી હતી.

આશિયાવદરના યુવાનને ધમકી

કલ્‍યાણપુર તાલુકાના આશિયાવદર ગામે રહેતા સુખદેવસિંહ ઉમેદસિંહ જાડેજા નામના ૨૭ વર્ષના ગરાસિયા યુવાનને રસ્‍તામાં રોકી, બિભત્‍સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી ઈજાઓ કરવા સબબ આ જ ગામના પ્રવીણસિંહ કાનાજી જાડેજા નામના શખ્‍સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. (રર.૫)

(10:31 AM IST)