<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

ગ્રાહકને વીમો આપવામાં હાથ ઉંચા કરી દેનાર વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા મંડની ફટકાર

ગ્રાહક અદાલતમા કેસ કરતા અદાલતે છ ટકાના વ્યાજ સાથે ત્રણ લાખ છેતાલી હજાર ત્રણસો ચૂકવવાનો આદેશ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : હળવદના વતની મેહુલ ભુપતભાઈ રતૈયાની ગાડી માર્કેટિંગયાર્ડ પાસે પાર્ક કરેલ ત્યાંથી કોઇ ચોરી ગયેલ ચોલામંડલમ ઇન્શ્યુરન્સ કંપનીનો તેઓનો વીમો હતો.જોકે વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતા મેહુલભાઈએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહકસુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાને મળીને ગ્રાહક અદાલતમા કેસ કરતા અદાલતે છ ટકાના વ્યાજ સાથે ત્રણ લાખ છેતાલી હજાર ત્રણસો (રૂા.૩,૪૬,૩૦૦) ચૂકવવાનો આદેશ કરિયો હતો.જે બદલ મેહુલભાઈને મોરબી શહેર-જીલ્લા ગ્રાહકસુરક્ષા મંડળના મંત્રી રામભાઈ હસ્તક ચેક આપવામા આવ્યો હતો.


 

(1:08 AM IST)