તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 9th July 2025
જામનગર જીલ્લામાં વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું પેચવર્ક શરુ કરાયું
માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા કાલાવડ તાલુકામાં મેટલવર્ક અને સમારકામની કામગીરી કરવામાં આવી

જામનગર :જામનગર જીલ્લામાં વરસાદના પરિણામે રોડ રસ્તાઓના ધોવાણ થઇ જતા વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા જીલ્લામાં જે જગ્યાઓએ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે તેનું સમારકામ શરુ કરવામાં આવ્યું છે. જીલ્લાના નાની વાવડી થી સ્ટેટ હાઈવેને જોડતો રસ્તો અને કાલાવડ તાલુકામાં વરસાદના પરિણામે જે રસ્તાઓમાં નુકશાન થયું છે ત્યાં મેટલવર્ક અને સમારકામની કામગીરી કરવામાં આવી છે.
ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓથી જનતા ને મુશ્કેલી ન પડે તે માટે સમગ્ર રાજ્યમાં યુદ્ધના ધોરણે રોડ-રસ્તાઓના સમારકામ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ લગત વિભાગોને સુચના આપવામાં આવી છે. જે અંતગર્ત જામનગર જીલ્લામાં પણ વિવિધ જગ્યાઓ પર રસ્તાઓનું પેચવર્ક શરુ કરવામાં આવ્યું છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
