તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
જામનગર જીલ્લામાં એટીએમમાં રૂપિયા નાંખવાનું કામ કરતી કંપનીના ર કર્મચારીઓની ૩૧ લાખની છેતરપીંડી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૯ : જામનગર જીલ્લામાં બેંકોના એટીએમમાં રૂપિયા નાખવાનું કામ કરતી કંપનીના બે કર્મચારીઓએ છેતરપીંડી આચરી છે.
બંને કર્મચારીઓએ જીલ્લાની ત્રણ બેંકના એટીએમમાં ગોલમાલ કરી ૩૧ લાખની છેતરપીંડી આચરી છે.
રૂપિયા જમા કરાવતી વખતે ઓછા જમા કરાવી અને એટીએમમાં જમા થયેલ રૂપિયા બતાવી તરકટ કર્યુ છે.
પ્રકાશ મહેરિયા અને કશ્યપ અંક્લેશ્વરીયા નામના જામનગરના બંને કર્મચારીઓને સીટી-બી પોલીસ દ્વારા ઝડપી કોર્ટમાં રજૂ કરાયા હતા. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
