તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
જુનાગઢનાં બીલખા પૂ. ગુરૂદેવ આનંદ આશ્રમમાં ગેરરીતિ મુદે ઉપવાસ આંદોલનઃ મિલ્કત વેંચાણ અંગે નોટીસ
નાથ પરિવારનાં અનુયાયીઓ-પૂર્વ છાત્રો દ્વારા કલેકટરને આવેદનઃ એડવોકેટ દ્વારા ટ્રસ્ટીઓ પાસેથી જવાબ મંગાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૯ :.. જુનાગઢના બીલખાના પૂ. ગુરૂદેવ આનંદ આશ્રમમાં ગેરરીતિ મુદ્્ે આજથી નાથ પરિવારના અનુયાયીઓ, સાધક, શિષ્ય, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવીને ઉપવાસ આંદોલનના મંડાણ કરીને ન્યાય આપવા માંગ કરી છે.
જયારે બીજી તરફ એડવોકેટ હેમાબેન શુકલ દ્વારા શ્રી આનંદ આશ્રમ - બિલખા ટ્રસ્ટના ટ્રસ્ટીઓને નોટીસ આપીને વિગતો માંગી છે.
આવેદન પત્ર
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સનાતન વૈદિક પરંપરા અંતર્ગત પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમન્ નથુરામ શર્માજી સ્થાપિત આનંદ આશ્રમ, ગામ બીલખા તા. જી. જુનાગઢ પીન કોડ નં. ૩૬૨૧૧૦ આજથી ૧ર૮ વર્ષ પૂર્વે ઈ. સ. ૧૮૯૬ તથા વિ. સં. ૧૯૫રથી કાર્યરત છે. આનંદ આશ્રમના સુચારુ સંચાલન માટે પૂજ્ય ગુરુદેવ એ ટ્રસ્ટડીડની રચના કરી છે.
અનેક રજૂઆતો પત્રો, અરજીઓ, લેખિત-મૌખિક વિનંતી અને ફીડબેક લખીને આનંદ આશ્રમ બીલખા ખાતે ઓફિસમાં રૂબરૂ તેમજ રજીસ્ટર એ.ડી.થી વ્યવસ્થાપક તેમજ મંત્રીશ્રી સહિત ટ્રસ્ટી મંડળને આપવા છતાં આશ્રમમાં ગેરવહીવટ છે અને ઉપર્યુક્ત બાબતે ઉકેલ કે સંતોષકારક જવાબ મળેલ નથી. મિસમેનેજમેન્ટ તરફ ધ્યાન દોરતી અમારી રજૂઆતની અવગણના કરી છે અને કોઈ જવાબ આપતા નથી.
ઉપવાસ આંદોલન કરનારાએ જણાવ્યું છે કે, ગુરુદેવના ટ્રસ્ટડીડમાં મનાઈ હોવા છતાં તેમજ આર્થિક જરૂરીયાત ન હોવા છતા આશ્રમની માલિકીની જમીન વહેંચી નાખી
આશ્રમના માસિકમાં આવક-જાવક અને ખર્ચ ફરજિયાત પ્રસિદ્ધ થતા હતા જે આશ્રમના મંત્રી એ બંધ કર્યા છે.
બિનજરૂરી કાયદાકીય સંઘર્ષ ઉભો કરી આશ્રમના નાણા વેડફાય છે.
ટ્રસ્ટી જીતેન્દ્રસિંહ રાણાનું નામ ભ્વ્ય્ માં નોંધવા માટેની ચેન્જ રિપોર્ટ ઙ્કપોઝલ ચેરીટી કમિશનર સાહેબ જુનાગઢની સુચના હોવા છતાં હજુ આશ્રમે મોકલી નથી.
આશ્રમમાં ઉતારા આપવા તેમજ ભોજન પ્રસાદ બાબતે ભેદભાવની નીતિ રાખે છે.
આશ્રમની ઠરાવ બુક - મિનિટ્સ બુક જેવા કિંમતી દસ્તાવેજો સાથે ચેડા
પ્રોપર્ટીકાર્ડ જનરેટ નથી કર્યા
ટ્રસ્ટડીડથી વિરુદ્ધ અને પૂજ્ય ગુરુદેવની પ્રણાલી પરંપરા વગરના ટ્રસ્ટીઓની નિમણૂક કરી છે.
વિશેષ કરીને મંત્રી ડી.બી. મહેતા, ટ્રસ્ટી ચંદુભાઈ વણપરીયા, ટ્રસ્ટી શોધનભાઈ દેસાઈ અને ટ્રસ્ટી કૌશિકભાઈ ત્રિવેદી મનસ્વી રીતે સંસ્થાને આર્થિક અને આધ્યાત્મિક નુકસાન થાય તેવી રીતે આશ્રમ ચલાવે છે.
આશ્રમના અધિષ્ઠાતાદેવ - પૂજ્ય ગુરુદેવની દિનચર્યા પળાતી નથી.
ટ્રસ્ટડિડનો ભંગ થાય છે. આશ્રમમાં નિઃશુલ્ક અવેતન સેવા આપવા શિષ્યો તૈયાર હોવા છતાં ઉંચા પગારદાર કર્મચારીઓને સગાવાદે રાખી ભરતી કૌભાંડ આચર્યો છે.
આનંદ આશ્રમની સો વર્ષ જૂની ભારત પ્રતિષ્ઠિત પાઠશાળા શ્રીદક્ષિણામૂર્ત સનાતન ધર્મ વિદ્યાલયના અનેક વિદ્યાર્થીઓના અભ્યાસ અધૂરા રખાવ્યા અને સર્ટિફિકેટ નથી આપ્યા.
ગુરુદેવની શોભામાં ચાંદીનો મંડપ હતો તે તોડી પાડયો છે. તેની ચાંદીનો હિસાબ નથી. ઉપરાંત બેશ કીમતી ચાંદીના, તાંબા-પિત્તળના પ્રાચીન વાસણો, આશ્રમની સંપત્તિ વહેંચી નાખી છે.
વધુ વિગત માટે (૧) શાષાી યોગેશ એન. જોષી (ગીરનારી) મો. ૯૮રપપ રપપ૮૦, (ર) દવે મૌલિક હેમંતભાઇ મો. ૯૭ર૩૮ ૯પરપ૯, (૩) જોષી ઉમેશ વિજયભાઇ મો. ૯૭૧૪૯ ૪૪૮૧૦ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
વકિલ દ્વારા નોટીસ
એડવોકેટ હેમાબેન એસ. શુકલે, નોટીસ આપીને જણાવ્યું છેકે મારા દાદા ‘શ્રી આનંદ આશ્રમ-બિલખા' ના પરમ ભકત હતા અને જીવનભર તેમણે આ સંસ્થા માટે શ્રધ્ધાપૂર્વક સેવા આપી હતી. વારસદાર તરીકે હું તથા મારો પરિવાર આજ દીકરી સુધી આશ્રમ પ્રત્યે અનન્ય ભકિત અને અપાર શ્રધ્ધા ધરાવીએ છીે.
શ્રી આનંદ આશ્રમના તત્કાલીન ટ્રસ્ટીઓ દ્વારા ન્યુ જાગનાથ પ્લોટ, શેરી નં. ર૩, મુળ સર્વે નં. ૪૧૭ ની જમીન પૈકી પ્લોટ નં. ૯૮, ચો. વા. ૪૬પ તથા તેના પરના ઓરડાઓ જે મુળતઃ દાનમાં પ્રાપ્ત તથા એક નોંધાયેલ વસિયત દ્વારા ટ્રસ્ટના હિત માટે અર્પણથી થયેલી મિલ્કત હતી, તેનો તૃતીય પક્ષને ગેરકાયદેસર વેચાણ કરવામાં આવ્યો છે.
જો કે દાનરાત્રીના વસિયતમાં સ્પષ્ટ લખેલું છે કે, આ મિલકતમાં જે કાઈ ઉપજ થાય તે આનંદ આશ્રમને પ્રાપ્ત થશે, પરંતુ મિલકત ગીરો મૂકી શકાશે નહિ, બક્ષીસ કરી શકાશે નહિ તેમજ વેચાણ પણ કરી શકાશે નહિ.
છતાંય ટ્રસ્ટીઓ દ્વારા આ પ્રકારની વેચાણની પ્રક્રિયા આચરવામાં આવી હોવાની માહિતીએ આ સંસ્થાની પવિત્રતામાં ભંગ લાવ્યો છે અને ભક્તો તથા હિતધારકોના વિશ્વાસને ઠેસ પહોંચી છે.
આથી હું આ લેખિત નોટિસ દ્વારા નમ્રતાપૂર્વક વિગતવાર સ્પષ્ટતા માંગું છું કે
૧. આ દાનમાં અપાયેલી ધાર્મિક મિલકત તળતીયપક્ષને કયા આધારે અને કઈ પ્રક્રિયા દ્વારા વેચાઈ છે?
૨. જો કોઇ સરકારી વિભાગ, ચેરીટી કમિશનર કે અન્ય ઓથોરિટીના માન્ય હુકમ હેઠળ આ વેચાણ કરવામાં આવ્યું હોય તો તેનો સંદર્ભ અને પુરાવા રજૂ કરો.
૩. ટ્રસ્ટીશ્રીઓએ કોઈ સર્વજનિક જાહેરાત કે મંજુરી વિના આ ઙ્કકારનું વ્યવહાર શા માટે હાથ ધર્યો?
૪. દાનદાત્રીની વસિયતના સ્પષ્ટ બંધનકર્તા શબ્દો છતાં તે વિરુદ્ધ આ કળત્ય કઈ કાનૂની/વ્યવસ્થાપકી માન્યતા હેઠળ થયું છે?
ે જો દિવસ ૩ માં અમોને નોટીસ નો યોગ્ય પ્રત્યુતર નહિ આપવામાં આવે તો તમોએ ગેરકાયદેસર વેચાણ કરેલ છે તેમ માની અને નાં છુટકે કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ એડવોકેટ હેમાબેન એસ. શુકલાએ જણાવ્યું છે. (પ-૧ર)
કયુંકી સાસ ભી...ના દરેક એપિસોડ માટે સ્મૃતિ ઈરાની ૧૪ લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે
એક સમયે તે ૧૮૦૦ રૂપિયામાં કામ કરતી હતીઃ સ્મળતિ ઈરાની ટીવી પર પોતાના પુનરાગમનને લઈને ચર્ચામાં: આ શો સાથે તેનો ૨૫ વર્ષ જૂનો સંબંધ છે
મુંબઈ,તા.૦૯: એકતા કપૂરનો લોકપ્રિય ટીવી શો કયૂંકી સાસ ભી કભી બહુ થી ફરી એકવાર ટીવી પર દસ્તક આપવા જઈ રહ્યો છે. તેના ચાહકોની ખુશીની કોઈ સીમા નથી. આ શો દ્વારા અભિનેત્રી અને ભાજપ નેતા સ્મળતિ ઈરાની ફરી એકવાર તુલસીના પાત્રમાં દર્શકોનું મનોરંજન કરતી જોવા મળશે. ચાહકો તેમને લાંબા સમય પછી ટીવી પર જોવા માટે ઉત્સુક છે. આ સિરિયલનો પ્રોમો પણ રિલીઝ થઈ ગયો છે, જેમાં સ્મળતિનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. આ દરમિયાન, આ શો માટે સ્મળતિની ફી અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
સ્મળતિ ઈરાનીએ વર્ષ ૨૦૦૦ માં આ સીરિયલ કરી હતી, ત્યારે તેમને એક એપિસોડ માટે ૧૮૦૦ રૂપિયા મળતા હતા. આવી સ્થિતિમાં, વર્તમાન ફી અંગે વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. હિન્દી ચેનલ આજતક અનુસાર, અહેવાલો દાવો કરી રહ્યા છે કે સ્મળતિ એકતા કપૂરના લોકપ્રિય શોના માટે મોટી રકમ વસૂલ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક એપિસોડ માટે ૧૪ લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે. જોકે, સિરિયલના નિર્માતાઓ કે અભિનેત્રીએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
સ્મળતિ ઈરાની ટીવી પર પોતાના પુનરાગમનથી ખૂબ જ ખુશ છે. તે ખુશ છે કે ફરી એકવાર તે તુલસીના તેના લોકપ્રિય પાત્રમાં જોવા મળશે. તે એકતા કપૂરના શો માટે પણ ખૂબ જ ઉત્સાહિત છે.
કપૂરના શો ઁકયુંકી સાસ ભી કભી બહુ થી વિશે વાત કરીએ, તો તેનો પ્રીમિયર ૨૯ જુલાઈથી રાત્રે ૧૦.૩૦ વાગ્યે થશે. આ ટીવી સીરિયલ સ્ટાર પ્લસ પર ટીવી પર અને જિયો હોટસ્ટાર પર ઓટીટી પર જોઈ શકાય છે. એપિસોડ ઓટીટી પ્લેટફોર્મ પર ગમે ત્યારે જોઈ શકાય છે.
જોકે, નિર્માતાઓએ શોના સમયની જાહેરાત કરી, ત્યારે ઘણા ચાહકો તેનાથી નારાજ થયા. તેણે પૂછયું કે આટલું મોડું કેમ રાખવામાં આવ્યું, કોણ જોશે? લોકોએ સૂચવ્યું કે તે રાત્રે ૮ કે ૮.૩૦ વાગ્યે પ્રસારિત થવું જોઈતું હતું
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
