<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th July 2025

મોરબીના વાડી વિસ્તારમાં ગારા કીચડનું સામ્રાજ્ય, દવાનો છંટકાવ કરવા માંગ.

તેજાણીની વાડીના રહીશ દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના વોર્ડ નં ૧૨ માં આવેલ તેજાણીની વાડીમાં પાણીની લાઈન અને ભૂગર્ભ ગટર કામ માટે ખોદવામાં આવેલ રસ્તાને પગલે હવે ચોમાસામાં ગારા કીચડનું સામ્રાજ્ય જામ્યું છે જેથી રોડ પર ભરતી મોરમ નાખવા અને દવાનો છંટકાવ કરવા માંગ કરવામાં આવી છે

મોરબી તેજાણીની વાડી, બોરીયા પાટી, લીલાપર કેનાલ રોડ પર રહેતા ગીરધરભાઈ ભગવાનજીભાઈ પરમારે મહાનગરપાલિકાના કમિશ્નરને રજૂઆત કરી જણાવ્યું છે કે વોર્ડ નં ૧૨ માં તેજાણી વાડી વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન અને ભૂગર્ભ ગટર લાઈન નાખવાની કામગીરી તાજેતરમાં કરવામાં આવી હતી જેને લીધે રસ્તો તોડી નાખ્યો છે હાલ વરસાદ પડતા વિસ્તારમાં ગારા કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે જેથી ચાલીને નીકળી સકાય તેમ નથી.
વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે વરસાદી પાણીને કારણે રોગચાળો ફેલાવવાનો પણ ભય સતાવી રહ્યો છે જેથી તાત્કાલિક ધોરણે ભરતી મોરમ નાખી રસ્તો ચાલવા લાયક બનાવવામાં આવે અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરી છે.


 

(1:00 AM IST)