તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
કચ્છના મુન્દ્રામાં મોહરમ પર્વ પ્રસંગે વરસાદ વચ્ચે તાજીયા ઝુલુસમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા
ઘડાણા તાજીયા, ધોબી જમાત તાજીયા, હજામ શેરીની સેજ, લશ્કરી માતામ તાજીયા શહેર ના વિવિધ માર્ગો પર થી પસાર થઈને હસનપીર ચોકમાથી મોડી રાત્રી ના તબેલા ગ્રાઉન્ડ મધ્યે ભેગા થયા હતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : કચ્છના મુન્દ્રામાં રવિવારે મોડી સાંજે વરસતા વરસાદે શહેર ના મુખ્ય માર્ગો પર થી તાજીયા ઝૂલુસ નીકળ્યા હતા.
મુન્દ્રા શહેરના વિવિધ તાજીયાઓ પૈકી બપોરે કાંઠાવાળા નાકા પાસે થી ઘડાણા તાજીયા નીકળ્યા હતા.. આ તાજીયા નો રૂટ લાંબો હોવાથી બપોરે અઢી વાગ્યાં બાદ તાજીયા ઝૂલુસ નીકળ્યા હતા..
શહેર ના ઘડાણા તાજીયા, ધોબી જમાત તાજીયા, હજામ શેરી ની સેજ, લશ્કરી માતામ તાજીયા શહેર ના વિવિધ માર્ગો પર થી પસાર થી હસનપીર ચોક મધ્યે ભેગા થયા હતા અને ત્યાંથી મોડી રાત્રી ના તબેલા ગ્રાઉન્ડ મધ્યે ભેગા થયા હતા...
મોડી રાત્રે વરસાદ ધીમો પડતા લોકો તાજીયા જોવા તબેલા ગ્રાઉન્ડ માં બહોળી સંખ્યા માં એકત્રિત થયા હતા...
રવિવાર ના વરસાદ ના કારણે તાજીયા વિવિધ રૂટો પર થી પસાર થયા હતા ત્યારે અમુક વિસ્તારો માં વરસાદી પાણી ભરાયા હતા પણ વરસાદ માં પણ મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યા માં ઉમટ્યા હતા.
મોહરમ પર્વ પ્રસંગે તાજીયા ના માતામીઓ ઈબ્રાહીમ ભાઈ, અબ્દુલા ધોબી, હસન જત તેમજ અન્ય માતામીઓ એ વ્યવસ્થા સંભાળી હતી...
મોહરમ પર્વ પ્રસંગે ગુલઝારે કમિટી એ સબીલ ની વ્યવસ્થા સંભાળી હતી
આ પ્રસંગે મુસ્લિમ સમાજ ના અગ્રણી સુધરાઈ ના કાઉન્સિલર અનુબાપા ખત્રી, મેહદી જત, સલીમ સુમરા, અજીજ ગાધ, અલી ક્કલ, કાસમ થેબા, મકસુદ ખત્રી, જાવેદ ધોબી સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુન્દ્રા તાલુકા ના ભદ્રેશ્વર, ભુજપુર, બારોઇ, સાડાઉ, લૂણી, તેમજ વિવિધ ગ્રામ્ય વિસ્તારો માં મોહરમ પર્વ ની કોમી એકતા અને ભાઈચારા થી ઉજવણી કરાઈ હતી. (તસવીર: રાજ સંઘવી, મુન્દ્રા)
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
