<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

વિકાસનો અર્થ માત્ર બાંધકામ નહીં પણ માનવીય વિકાસઃ ડો.મનસુખભાઈ

પોરબંદરમાં ૧૨૮૦,૪૮ લાખના વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે દિશામાં મહત્‍વના પગલા લેવામાં આવી રહયાં છે હાલના બજાર ભાવ કરતા વધારે ૧૭૦૦ના દરે મગ ખરીદી થઈ રહી છેઃ અર્જુનભાઈ મોઢવાડીયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૭: રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્‍ત માર્ગ અને મકાનના ૧૨૮૦,૪૮ લાખના ખર્ચે થનારો વિકાસ કામગીરીનું ઈ-ખાતમુહૂર્ત કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

ડો.મનસુખભાઈ એ જણાવેલ કે વિકાસનો અર્થ માત્ર બાંધકામ નહીં પણ સાથે માનવીય વિકાસ છે. પોરબંદર ગાંધી ભૂમિના પ્રશ્‍નો સંસદમાં રજૂ કરૂ છું, ત્‍યારે મને ગર્વ થાય છે.

કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્‍યક્ષસ્‍થાને પોરબંદર જિલ્લાના વિવિધ વિકાસ કામો માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગઃ (રાજ્‍ય અને પંચાયત) હસ્‍તકના માર્ગ અને મકાન વિભાગના રકમ રૂપિયા ૧૨૮૦.૪૮ લાખ ના કુલ ખર્ચે હાથ ધરાનારા કામગીરીઓના ઇ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.

કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ જણાવ્‍યું કે પોરબંદર જિલ્લામાં હાલ ૧૫૦૦ થી ૧૭૦૦ કરોડ રૂપિયાના વિકાસ કાર્યો જે પોરબંદરને નવી દિશામાં આગળ વધારશે. તેમણે જણાવ્‍યું કે માત્ર ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પૂરતું નથી, નવી ઉદ્યોગિક શકયતાઓ અને રોજગાર સર્જવા માટે માનસિકતા બદલવી જરૂરી છે. પોરબંદરની છબી સુધારવી જરૂરી છે અને કાયદો વ્‍યવસ્‍થાની કોઈ ખોટ ન રહે એ સુનિヘતિ કરવું જોઈએ. પોરબંદરને વિકાસના માર્ગે લઈ જવા માટે જનસહયોગ અનિવાર્ય છે.

મંત્રી ડો.મનસુખભાઈએ જણાવ્‍યું કે વિકાસનો અર્થમાત્ર બાંધકામ નહીં પણ માનવીય વિકાસ પણ છે - જેમ કે આરોગ્‍ય, શિક્ષણ અને તંદુરસ્‍તી. તેઓએ સ્‍વસ્‍થ નાગરિકને સ્‍વસ્‍થ સમાજના આધારસ્‍તંભ ગણાવ્‍યા અને સાઇકલિંગના લાભો સમજાવ્‍યા. તેઓએ પોતાનો ઉદાહરણ આપતા કહ્યું કે તેઓ સંસદમાં સાઇકલ લઈ જતા હતા અને કહ્યું કે જેમ યોગ ફેશન બન્‍યું છે, તેમ સાઇકલિંગ ને પણ ફેશન બનાવવું પડશે.

ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે, સરકાર દ્વારા ખેડૂતોને પોષણસમત ભાવ મળી રહે તે દિશામાં મહત્‍વપૂર્ણ પગલાં લેવામાં આવ્‍યા છે. હાલમાં બજાર ભાવ કરતા વધારે એટલે રૂ. ૧૭૦૦ના દરે મગ ખરીદ કરવામાં આવી રહી છે, જ્‍યારે તેનો બજાર ભાવ આશરે રૂ. ૧૨૦૦ છે. ખેડૂતોને પાકનો ન્‍યાયસંગત ભાવ મળવાથી તેઓ ખુશ છે અને તેમને સીધા ખાતામાં ચૂકવણી કરવામાં આવી રહી છે.

હેલ્‍થ એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા ફિટ ઈન્‍ડિયા મૂવમેન્‍ટને આગળ ધપાવતા કેન્‍દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓને સાઇકલ અર્પણ કરવામાં આવી હતી.

વિકાસકામના ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, પોરબંદર તાલુકા પ્રમુખ લીરીબેન ખુટી, રાણાવાવ તાલુકા પંચાયત પ્રમુખ મંજુબેન બાપોદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ શ્રી સાગરભાઈ મોદી, પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી શ્રી પ્રદીપભાઈ ખીમાણી, રાજકોટ જિલ્લાના ભાજપ અધ્‍યક્ષ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્‍પેશ ઢોલરિયા, કલેકટર શ્રી એસ. ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી બી ચૌધરી, અધિક કલેકટર જે.બી વદર અગ્રણી સર્વ શ્રી ભરતભાઈ પરમાર, અશોકભાઈ મોઢા સહિતનાં અગ્રણીશ્રીઓ લોક પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(1:49 PM IST)