<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

પોરબંદરમાં રેલ્‍વે સ્‍ટેશનથી પોર્ટ સીધી રેલ્‍વે લાઈન અને ટ્રેઈનના મેઈનટેનન્‍સ ડેપોની યોજના

પોરબંદર રેલ્‍વે સ્‍ટેશનની મુલાકાત લેતાં કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાઃ રેલ્‍વેના પ્રશ્‍નો અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી

પોરબંદર,તા.૦૭: લોકસભાના સાંસદ તેમજ શ્રમ અને કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર રેલ્‍વે સ્‍ટેશનની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રી ડો.મનસુખભાઈએ પોરબંદરમાં રેલ કનેક્‍ટિવિટી વધારવા માટેની શક્‍યતાઓ તેમજ હાલના અવરોધક મુદાઓ અંગે રેલ્‍વે અધિકારીઓ સાથે વિસ્‍તૃત ચર્ચા કરી હતી.

ડો.મનસુખભાઈએ જણાવેલ કે પોરબંદર રેલ્‍વે સ્‍ટેશનથી પોર્ટ સુધી સીધી રેલ કનેક્‍ટિવિટીની જરૂરીયાત, તેમજ લાંબા અંતરની ટ્રેનોના વોશીંગ-મેન્‍ટેન્‍સ માટે રાણાવાવ ખાતે કોચિંગ ડેપો (યાર્ડ) સ્‍થાપવાની યોજના, પોરબંદરથી રાજકોટ ત્રણ પેરમાં ટ્રેનો શરૂ કરવા સહિતના મુદાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

ડો.મનસુખભાઈની રેલ્‍વે સ્‍ટેશન મુલાકાત સાથે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરીયા, ધારાસભ્‍ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડો.ચેતનાબેન તિવારી, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી અલ્‍પેશભાઈ ઢોલરિયા, પોરબંદર શહરે ભાજપ પ્રમુખ શ્રી સાગરભાઈ મોદી, જિલ્લા કલેકટર શ્રી એસ.ડી.ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરી, એડીઆરએમ રેલ્‍વે ડિવિઝન ભાવનગર શ્રી હિમાંશુ શર્મા, સિનિયર ડીસીએમ રેલ્‍વે ડિવિઝન ભાવનગર શ્રી અતુલ ત્રિપાઠી, નમીત જૈન ડિવિઝન એન્‍જિનિયર ભાવનગર, અશોકભાઈ મોઢા, સરજુભાઈ કારીયા સહિતના અગ્રણીશ્રીઓ લોક પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:44 PM IST)