તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
વેરાવળ કોર્ટ બિલ્ડીંગને બોમ્બેથી ઉડાવી દેવાની ધમકી
એસપી મનહરસિંહ જાડેજા અને બોમ્બ સ્કોડૅ સહિતનો કાફલો દોડી ગયો

(દિપક કકકડ દ્વારા)વેરાવળ તા.૭ : વેરાવળ કોર્ટ બિલ્ડીંગને બોમ્બેથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી ગઈ છે.ઇમેલ મળતા વકીલોમાં નાસભાગ મચી ગઈ હતી અને એસપી મનહરસિંહ જાડેજા અને બોમ્બ સ્કોડૅ સહિતનો કાફલો દોડી ગયો છે
જાણવા મળતી વિગત મુજબ આજે સવારના આશરે 11 વાગ્યે વેરાવળ કોર્ટ બિલ્ડિંગ ને બોમ્બ થી અથવા તો કોઈ પણ રીતે ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ મળતા ખૂલતી કોર્ટે જ દરેક વકીલો,અસીલો ,અરજદારો કોર્ટમાંથી બહાર દોડી ગયા હતા.
તો બીજી બાજુ કોર્ટ ખાતે પોતાના કામ માટે તથા ચાલતા કેસ ની તારીખો માટે આવેલા અસીલો પણ કોર્ટ પરિસરની બહાર દોડી ગયા હતા. પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
