<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમે પૂ.જેન્તિરામબાપાના સાનિધ્યમાં ગુરૂપુર્ણિમા ઉજવાશે

૧૦ ને ગુરૂવારે ગુરૂપૂજન, સત્સંગ સભા, સંતવાણી લોકડાયરોઃ દેશ-વિદેશથી ભાવિકો ઉમટશેઃ તડામાર તૈયારી

(વિનુજોષી દ્વારા)જૂનાગઢ તા.૭: જામજોધપુર નજીક આવેલ ધુનડાના સતપુરાણધામ આશ્રમ ખાતે આગામી તા.૧૦ ને ગુરૂવારના રોજ અષાઢ સુદ પૂનમના પાવન દિવસે પુ. જેન્તિરામબાપાના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમાં પર્વતી ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે.

જેમાં એક સાથે દશહજાર થી વધુ ભાવિકો એક સાથે બેસી સત્સંગનો લાભ લઇ શકે તે માટે વોટરપ્રુફ વિશાળડોમ ઉભો કરાયો છે. તેમાં સોફા ખુરશીઓ અને ગાદલા પાથરવામાં આવેલ છે.

ગુરૂવારે સવારે ૯ કલાકે પૂ.જેન્તિરામબાપા તેમના ગુરૂદેવ પુ.હરિરામબાપાની ચરણ પાદુકાનું શાસ્ત્રોકત વિધી સાથે પૂજન કરશે ત્યાર બાદ દેશ વિદેશથી આવેલ પુ.બાપાના સેવક પરિવાર ભાવ વંદના કરશે અને  પુ.જેન્તિરામબાપા ગુરૂપૂર્ણિમાં પર્વનું મહત્વ શું છે ગુરૂકૃપા થી આજના યુગમાં માનવીને આધી વ્યાધી અને ઉપાધીના ત્રિવિધ તાપ માંથી મુકિત થઇ સતત આનંદમય જીવ કેમ જીવાય ભોજન સમરણ કેમ કરાય સેવા થકી ગુરૂકૃપા કેમ પ્રાપ્ત થાય તેમજ તેઓ પોતાના ગુરૂદેવ સાથે વિતાવેલ સમય અને ગુરૂકૃપાથી જીવન ધન્ય કેમ બન્યુ તેના અનુભવો સત્સંગસભામાં વર્ણન કરશે. બપોરે ૧૨:૩૦ કલાકે ભોજન પ્રસાદ અને સાંજે ૫ કલાકે બીજા સત્રમાં પુ.જેન્તિરામબાપાની સત્સંગ સભા રાત્રે ૯ કલાક સુધી ત્યારબાદ રાત્રે ૧૦ કલાકે સંતવાણી લોકડાયરાના કાર્યક્રમમાં નામી અનામી કલાકારો પોતાની કલા પીરસશે.

આ ગુરૂપુર્ણિમાં પર્વને લઇને એક દિવસ અગાઉ બુધવારથી જ પુ.જેન્તિરામ બાપાના સાનિધ્યમાં સત્સંગનો લાભ લેવા સોૈરાષ્ટ્ર કચ્છ ગુજરાત મહારાષ્ટ્ર મુંબઇ દેશ વિદેશથી સતપરિવારના સત્સંગીઓ આવનારહોય જેને ધ્યાનમાં લઇ તમામ પ્રકારની તૈયારી ઓને આખરી ઓપ અપાઇ રહયો છે. અને પુ.બાપાના માર્ગદર્શન હેઠળ આશ્રમના વ્યવસ્થાપક હસમુખભાઇ શીલુ,રાજેશભાઇ,હિતેષભાઇ, કમલેશભાઇ,સતિષભાઇ પરમાર સહિતના સ્વયંયસેવકોની ૫૦ થી વધુ વ્યકિત ઓ જહેમત ઉઠાવી રહી છે.

(12:22 PM IST)