તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
વિંછીયાના મોટામાત્રા ગામે વસ્તુભાઇ ખાચર સહિત પ ઉપર ૧૦ શખ્સોનો તલવાર-કુહાડીથી હુમલો
છ મહિના પૂર્વની માથાકુટનો ખાર રાખી ઇનોવામાં આવેલ શખ્સોએ રિવોલ્વર-તમંચો દેખાડી તૂટી પડયાઃ બે ને રાજકોટ ખસેડાયા

રાજકોટ, તા. ૭: વિંછીયાના મોટામાત્રા ગામની સીમમાં જુની માથાકુટનો ખાર રાખી વૃધ્ધ સહિત પાંચ ઉપર ૧૦ શખ્સોએ તલવાર-કુહાડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલ પિતા-પુત્રને રાજકોટ ખસેડાયા હતા.
પ્રાપ્ય વિગતો મુજબ મોટામાત્રા ગામે રહેતા વસ્તુભાઇ ભુરાભાઇ ખાચર (ઉ.૬પ) એ આરોપી અશ્વિન રૂખડભાઇ ખાચર, વનરાજ રૂખડભાઇ ખાચર, મુનાભાઇ રખડભાઇ ખાચર, કુલદીપ શીવકુભાઇ ખાચર, ભગુભાઇ ખાચર, વિજય ભરતભાઇ ખાચર, કાનો ઉર્ફે પ્રવિણ પ્રતાપભાઇ ધાંધલ, મુન્નો ઉર્ફે કિરણભાઇ અનકભાઇ ધાંધલ રે. તમામ મોટા માત્રા ગામ, પ્રતાપ ધાંધલ રે. ખેરાણા તા. ચોટીલા તથા સોમલાભાઇ વિહાભાઇ ધાંધલ રે. ઢોકળવા તા. ચોટીલા સામે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી પોતાની વાડીએ હતા ત્યારે ઇનોવો કારમાં આવી આરોપીઓ પ્રાણઘાતક હથીયારો સાથે ગેરકાયદેસર મંડળી રચી સમાન ઇરાદો પાર પાડવા આ કામના ફરીયાદી વસ્તુભાઇને અશ્વિનભાઈએ તલવારનો એક ઘા મારી માથામાં છ ટાંકા જેવી ગંભીર ઈજા કરી. તેમજ રીવોલ્વર બતાવેલ અને વનરાજભાઈએ ફરિયાદીના દિકરા આ કામ ના સાહેદ રણજીતભાઈને પગમાં કુહાડી વડે ઇજા પહોંચાડેલ અને કુલદીપે રણજીતને લાકડી મારી ઈજા પહોચાડી તમંચો બતાવેલ તેમજ ફરિયાદીના. ભત્રીજા સાહેદ રાજદીપને પ્રવિણભાઇ ઉર્ફે કાનાએ તલવાર મારેલ તેમજ ફરીયાદીના ભાઇ સાહેદ બહાદુરભાઇને ભગુભાઈ અને પ્રતાપભાઈ ધાધલ એ લાકડીથી મુંઢ માર મારેલ. તેમજ સા હેદ ધીરૂભાઈને કિરણ ઉર્ફે મુન્નો તથા સોમૂલાઓ લાકડી મારેલ તેમજ મુનાભાઈ રૂખડભાઈ ખાચર તેમજ વિજયભાઈ ભર તભાઈ ખાચર બન્ને લાકડી લઈ આવી. ફરીયાદીને ગંભીર ઈજા તથા સાહેદોને મુંઢમાર મારી ઇજા કરી હતી.
આ હુમલામાં ફરીયાદીના નાનાભાઇ બહાદુરભાઇ તથા તેમના પુત્ર રાજદીપ સહિત ત્રણને સામાન્ય ઇજા થતા વિંછીયા હોસ્પીટલમાં ખસેડાયો જયારે ફરીયાદો તથા તેના પુત્ર રણજીતને સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતાં. ફરીયાદીના નાનાભાઇના પુત્ર કિશોરભાઇને છ માસ પૂર્વે વિંછીયામાં સામાવાળા અશ્વીન સાથે માથાકુટ થયેલ હોય તેનો ખાર રાખી અશ્વીન સહિતના ૧૦ શખ્સોએ હુમલો કર્યો હતો.
આ ફરીયાદ અન્વયે વિંછીયા પોલીસે ૧૦ શખ્સો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. (પ-૧૬)
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
