<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

કચ્છમાં સતત બીજે દિ’ વરસાદ: ગાંધીધામ, ભચાઉ, માંડવી ૨ ઈંચ વરસાદથી પાણી પાણી : અબડાસા, નખત્રાણા, અંજારમા ૧ ઈંચ

અન્યત્ર ઝરમર સાથે વરસાદી માહોલ : નદીઓ અને ડેમોમાં નવા નીર, શહેરોના રસ્તાઓમાં વરસાદી પાણી સાથે ગટરોના પાણી વહ્યા, અનેક રસ્તાઓ ધોવાતા લોકોમાં ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : ગઈકાલથી શરૂ થયેલ મેઘ મહેર આજે સતત બીજે દિવસે પણ ચાલુ રહી છે. આજે સવારના ૬ થી ૧૦ વાગ્યા સુધી ૪ કલાકમાં ગાંધીધામ, ભચાઉ અને  માંડવીમાં બે ઈંચ વરસાદ પડી ગયો છે. 

          જ્યારે અંજાર અને નખત્રાણામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. અન્યત્ર અબડાસા, લખપત, રાપર, ભુજ અને મુન્દ્રામાં ઝરમર અડધો ઇંચ જેટલા વરસાદ સાથે આકાશ ગોરંભાયેલું છે. 

        વરસાદથી કચ્છના ભુજ, ગાંધીધામ સહિતના શહેરોમાં રહેતા હજારો લોકો માટે રસ્તા ઉપર ભરાયેલા પાણી સાથે વહેતી ગટર ગંગા સમસ્યાનું કારણ બની છે. તો શહેર હોય કે ગામડાઓ રસ્તાઓના નબળા કામોને કારણે ગાબડાં અને ખાડા લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

(11:30 AM IST)