<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

કચ્છમાં મેઘમહેરથી નખત્રાણા તાલુકાના 4, ભુજ તાલુકાના 2 ડેમ સંપૂર્ણ ભરાયા અને 82 ડેમમાં નવા નીરની આવક

છેલ્લા બે દિવસમાં ભુજ, નખત્રાણા પંથકમાં ખાબકેલા ભારે વરસાદને કારણે નાની સિંચાઇના અત્યાર સુધીમાં ૮ ડેમ ઓવરફ્લો

કચ્છમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે જિલ્લા પંચાયત હસ્તકનાં નાની સિંચાઇનાં ૧૭૦ ડેમમાંથી ૮૨ ડેમમાં નવા નીરનું આગમન થયું છે. જ્યારે ૮ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. જ્યારે બાકીનાં ૮૦ ડેમમાં હજુ પણ સીલ લેવલ કરતાં પાણી નીચે જોવા મળી રહ્યું છે. મહત્ત્વની બાબત એ છે કે, છેલ્લા બે દિવસમાં ભુજ, નખત્રાણા પંથકમાં ખાબકેલા ભારે વરસાદને કારણે નાની સિંચાઇના અત્યાર સુધીમાં ૮ ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. જ્યારે ૮૦ ડેમમાં નવા નીરનું આગમન થયુ છે. 

 


 

(8:43 PM IST)