તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટરના નિર્દેશન હેઠળ ભુજ સ્થિત ૩૬ ગુજરાત બટાલિયન દ્વારા માંડવીના કોડાઈપુલમાં દસ દિવસીય NCC કેમ્પનું આયોજન
૧૦ દિવસીય કેમ્પમાં ૨૭ ગુજરાત NCC બટાલિયન જામનગર અને કચ્છમાંથી કુલ ૫૦૦ કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે.

જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટરના નિર્દેશન હેઠળ ભુજ સ્થિત ૩૬ ગુજરાત બટાલિયન NCC દ્વારા ૫ થી ૧૪ જુલાઈ દરમિયાન NCC કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માંડવી તાલુકાનાં કોડાઇપુલ ખાતે આયોજિત આ ૧૦ દિવસીય કેમ્પમાં ૨૭ ગુજરાત NCC બટાલિયન જામનગર અને કચ્છમાંથી કુલ ૫૦૦ કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે.
કંબાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ (CATC) તથા થલ સૈનિક કેમ્પની કેડેટ્સ પસંદગી માટેના આ સંયુક્ત કેમ્પમાં યુવા કેડેટ્સને ડ્રીલ, ફાયરિંગ, મેપ રીડિંગ, કોમ્યુનિકેશન, ઇમરજન્સી ફર્સ્ટ એઇડ વગેરે જેવી NCC તાલીમ આપવામાં આવશે.
લશ્કરી તાલીમ ઉપરાંત, કેડેટ્સને તબીબી પ્રાથમિક સારવાર, નાગરિક સંરક્ષણ વગેરેમાં પણ પ્રશિક્ષિત કરવામાં આવશે. આ શિબિર દરમિયાન ડ્રગ્સના દૂષણથી બચવા અંગે સેમિનાર પણ યોજાશે. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ડ્રગ્સના દુરુપયોગને રોકવા, શૈક્ષણિક દેખાવ સુધારવા અને શાળામાં હાજરી નિયમિત કરવા ઉપયોગી બનશે તથા વિદ્યાર્થીઓ, માતાપિતા અને સંસ્થાકીય સદસ્યો વચ્ચે સુમેળ વધારવા , શાળા /કોલેજનું સુરક્ષિત અને વધુ સહયોગપૂર્ણ વાતાવરણ પૂરું પાડવામાં પણ મદદ કરશે. ઉપરાંત , "એક પેડ મા કે નામ" અભિયાન અંતર્ગત 72 જિનાલય સંકુલમાં 200 થી વધુ વૃક્ષો વાવવામાં આવશે, જે પ્રકૃતિના સંરક્ષણમાં ખૂબ મદદ કરશે. શિબિર દરમિયાન, પ્રદેશના સ્થાનિક કલા અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે પરંપરાગત કચ્છી ચિત્રો અને માટીકામના વર્ગો પણ યોજવામાં આવી રહ્યા છે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
