<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

સુરેન્દ્રનગરના લખતરમાં અનરાધાર વરસાદ :ઓળક ગામમાં જળબંબોળ :અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

ગ્રામજનો દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા માટે માગ

સુરેન્દ્રનગર : રાજ્યમાં આજે ફરી એક વખત મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઓળક ગામ ખાતે ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ઓળકમાં આવેલા રામદેવપીર વાળા પરાની અંદર પાણી ભરાયા છે. વધુ વરસાદને લઈ ઓળક ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પાણીમાંથી પસાર થવા ગ્રામજનો મજબૂર બન્યા છે

   . ગ્રામજનો દ્વારા વીડિયો વાયરલ કરીને આપવીતિ દર્શાવવામાં આવી છે. ગ્રામજનો દ્વારા ભરાયેલા પાણીના વીડિયો વાયરલ કરી તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગ્રામજનો દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા માટેની માગ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી લખતર તાલુકામાં મેહુલીયો ઘમરોળી રહ્યો છે. તાલુકાના ઘણા ગ્રામ્ય વિસ્તારોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાના બનાવો સામે આવી રહ્યા છે. 

 

(7:06 PM IST)