તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
ગોહિલવાડમાં અડધાથી ચાર ઇંચ વરસાદ : વલભીપુરમાં ચાર ઇંચ ,ભાવનગરમાં ત્રણ ઇંચ અને શિહોરમાં અઢી ઇંચ ખાબક્યો
પાલીતાણામાં એક ઇંચ અને જેસરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર જિલ્લામાં આજે રવિવારે સાંજ સુધીમાં જ અડધાથી ચાર ઇંચ વરસાદ પડ્યો છે. વલભીપુરમાં ચાર ઇંચ ,ભાવનગર શહેરમાં ત્રણ ઇંચ,શિહોરમાં અઢી ઇંચ , પાલીતાણામાં એક ઇંચ અને જેસરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
ગોહિલવાડ પંથકમાં આજે સવારથી જ વરસાદ શરૂ થયો હતો. બપોરે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સમગ્ર જિલ્લામાં અડધા ઇંચ થી ચાર ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના વલભીપુરમાં અને ભાવનગર શહેરમાં બપોરે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા.
આજે વરસાદ દરમિયાન ભાવનગર શહેરમાં આતાભાઇ ચોકમાં અને ગઢેચી વડા ડીઆરએમ કચેરી પાસે વૃક્ષ ધરાશાય થી હતું
આજે રવિવારે સાંજના 6 વાગ્યા સુધીમાં ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 100 ,ઉમરાળા 50, ભાવનગર શહેર 73 ,ઘોઘા 59 સિહોર 65 ,ગારીયાધાર 5, પાલીતાણા 21, તળાજા 6 અને જેસરમાં 15 મી.મી. વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેર માં મહત્તમ તાપમાન 27.7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 24.5 ડિગ્રી રહેવા રહેવા પામ્યું હતું . જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 98ટકા રહેવા પામ્યું હતું .12 કિ.મી. પ્રતિ કલાક ની હતી.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
